Delhi

શૌચાલયમાં આત્મહત્યા કર્યા પહેલા યુવકે રૂપિયા મંગાવ્યા હતા

નવી દિલ્હી
ચકચારી આપઘાત પ્રકરણમાં પદમ પોલીસ મથકમાં પ્રવેશી ઁર્જીંને મળ્યો હોવાનું અને જે બાદ બહાર આટાફેરા કરતો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયો હોવાનું પોલીસ જણાવી રહી છે અને સાથે તેણે પોલીસ પાસે ઉમરગામ જવા પૈસા માંગ્યા હોવાનું જણાવી રહી છે. ત્યારે બીજી તરફ પદમનો જ્યારે મૃત દેહ મળ્યો ત્યારે તેના ખિસ્સામાં ૧૧૭૦ રૂપિયા મળ્યા હતા. જે પોલીસે કબ્જે પણ લીધા છે. આ પ્રકરણમાં શંકાઓ ઉપજી રહી છે. ત્યારે આવા ગંભીર મામલાની તપાસ કોઈ ઉચ્ચઅધિકારીને સોપવામાં આવે તો સાચું બહાર આવી શકે તેમ છે. હાલ જે મથકે બનાવ બન્યો તે જ મથકના ઁજીૈંને આશ્ચર્ય જનક રીતે તપાસ સોપાઈ છે.મૃતક પારડી પોલીસ સ્ટેશનમાં કેમ પહોંચ્યો એ પણ તપાસ જરૂરી.પદમ ધનબહાદૂર નેપાળી નેપાળથી ઉમરગામ ગાંધીવાડી રહેતા તેનો ભાઈ સુનિલ ધનબહાદૂર પાસે આવવા નીકળ્યો હતો.પદમ પાસે ફોન ન હોવા છતાં તે નેપાળથી નીકળ્યા બાદ અન્યના ફોન પરથી તેના ભાઈના સતત સંપર્કમાં હતો.તેણે પારડી પહોચ્યા પછી પણ તેના ભાઈ સુનિલને કોઈકના ફોન પરથી ફોન કર્યો હતો અને હું પારડી પોલીસ સ્ટેશને છું. તું ૧૦ થી ૧૫ હજાર રૂપિયા લઈને અહીં આવ તેવી વા ત કરી હતી. આ સાથે તેણે તેનાભાઈને તેને ત્રણ થી ચાર જણાએ માર માર્યો હોવાનું પણ જણાવ્યુ હતું. તે સામે તેના ભાઈએ પૂછતાં તેણે અહીં આવો ખબર પડી જશેની વાત કરી ફોન મૂકી દીધો હતો. જેવી વાત કરેલો તેનો અંતિમ કોલ હોવાનું પદમ નેપાળીના સંબધીઓમા ચર્ચા છે. ત્યાર બાદ તેની લાશ બુધવારે પારડી પોલીસ મથક વિસ્તારના શૌચાલયમાં ફાંસો ખાધેલી મળી હતી. છ દિવસ પછી પણ નેપાળી યુવકના આપઘાતમાં હજુ સુધી કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસ આ પકરણમાં ઉંડાણ પૂર્વક તપાસ કરે તો હજુ નવા તથ્યો બહાર આવી શકે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *