Delhi

સંસદમાં શિયાળુસત્ર પહેલા પ્રધાનમંત્રી અનુપસ્થિત સર્વદળીય બેઠક યોજાઈ,

નવી દિલ્હી,
સંસદના શિયાળુસત્ર શરૂ થવાના પહેલા સર્વદળીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી હાજરી આપી શક્ય ન હતા. આ બેઠકથી અલગ મ્ત્નઁ અને દ્ગડ્ઢછની પણ બે અલગ-અલગ બેઠક બોલાવવામાં આવી હતી.
સર્વદળીય બેઠક બાદ બપોરે ત્રણ વાગે ભાજપ સંસદીય કાર્યકારિણીની બેઠક મળી. ત્યારબાદ સાંજે ૪ વાગે દ્ગડ્ઢછની મહત્વની બેઠક યોજાસે. માનવામા આવી રહ્યું છે કે દ્ગડ્ઢછ સત્ર માટેની રણનીતિ બનાવશે. જ્યારે સરકારની તૈયારીઓની વચ્ચે વિપક્ષની પાર્ટીઓના નેતાઓએ પણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યસભા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી હતી.
કેન્દ્ર સરકારની તરફથી ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટે આ ત્રણેય કાયદાને પરત લેવાની મંજૂરી આપી દીધી છે. આ કાયદા અંગે દિલ્હીની સરહદ પર છેલ્લા એક વર્ષથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. સ્જીઁની ગેરંટી આપવા મુદ્દે પણ ખેડૂતો હજી પણ પ્રદર્શન કરી રહ્યા છે.
સંસદનું શિયાળુસત્ર હંગામેદાર રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. સત્ર દરમિયાન વિપક્ષ કૃષિ કાયદાની સાથે પેગાસસનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. આ મુદ્દાઓ પર વિપક્ષ ભારે હોબાળો કરી શકે છે. સરકાર તરફથી પણ વિપક્ષનું ચક્રવ્યુહ તોડવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે.
ખેડૂતોએ ૨૯ નવેમ્બરના રોજ ટ્રેક્ટર રેલીને સ્થગિત કરી દીધી છે. હવે ૪ ડિસેમ્બરના રોજ સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળશે. આ બેઠકમાં સરકારના વલણની સમીક્ષા કરીને આગળની રણનીતિ બનાવવામાં આવશે.

Meeting-of-leaders-of-all-parties-chaired-by-PM-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *