Delhi

સચિન તેંદૂલકરની કુલ સંપત્તિ ૧૬૦૦ કરોડ છે

દિલ્હી
તેદૂલકરના આ બંગલાની ખાસિયત એ છે કે તેમાં કાચનો એક પૂલ પણ બનાવાયો છે. આ કાચનો પૂલ ઘરની બે અલગ અલગ લોબીઓને જાેડે છે. પૂલની એક તરફ સચીન અને તેની પત્નિચનો બેડરૂમ છે તો બીજી તરફ પુત્રી સારા અને પુત્ર અર્જુનનો રૂમ. સાથે જ એ પણ જણાવી દઇએ કે સચિન અને તેનો પરિવાર ધાર્મિક છે એટલે સચિને પોતાના ઘરનો એક મોટો હિસ્સોા ભગવાન માટે રાખ્યોર છે. તેંદૂલકરના આ આલિશાન બંગલામાં એક વિશાળ મંદિર પણ છે. સચિનનું આ ઘર જેટલુ આલિશાન છે તેટલું જ તેની ગાડીઓનું પાર્કિગ પણ આલિશાન છે. તેના પાર્કિગમાં એક એકથી ચડિયાતી લકઝરી ગાડીઓ છે. તેની પાસે લગભગ ૨ કરોડની કિંમતની ફેરારી ૩૬૦ મોડેન સહિતની કેટલીય ગાડીઓ છે.ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદૂલકર મુંબઇમાં ૧૦૦ કરોડના આલિશાન બંગલામાં રહે છે. આ ઉપરાંત કેરળમાં તેમની પાસે ૮૦ કરોડ રૂપિયાનું એક વોટર ફેસીંગ ઘર છે. ૧૬ વર્ષની ઉંમરે ક્રિકેટમાં પદાર્પણ કરનાર સચિન આજે લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધારે સંપતિ ધરાવે છે. ૪૮ વર્ષીય સચીનનો મુંબઇ ખાતેનો બંગલો બાંદ્રા વેસ્ટંમાં પેરી ક્રોસ રોડ પર બનેલો છે. માસ્ટરર બ્લારસ્ટદનું આ ઘર ૬૦૦૦ ચોરસ ફુટમાં બનેલું છે. જેની કિંમત લગભગ ૧૦૦ કરોડથી વધારે છે. ૧૯૨૬માં બનેલ આ ઘર સચિને ૨૦૦૭માં ૩૯ કરોડનું ખરીદયું હતું. તેને ફરીથી રીનોવેટ કરવામાં ૪ વર્ષ લાગ્યા હતા. આ ઘરમાં વિશાળ મંદિર, વિશ્વ ના એકથી એક ચડીયાતા છોડવાઓવાળો બગીચો, આલિશાન ફર્નિચર અને કાચના પુલ જેવી અનેક સુવિધાઓ છે. ઘરમાં કેટલાય માળ છે તો બે બેઝમેન્ટ, પણ છે.

sachin-tendukar-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *