નવી દિલ્હી
ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં અણબનાવ બન્યો હતો. ત્યારથી બંને દેશની સેનાએ સરહદ પર તેમના સૈનિકોને મોટા પ્રમાણમાં હથિયારો સાથે તૈનાત કરી દીધા છે.ગત વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી. ત્યારબાદ વિવાદ વધી ગયો છે. આપને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી તેમા ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા.સેનાપ્રમુખ નરવણેએ આજે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સીમા પર વિવાદ ત્યા સુધી રહેશે જ્યા સુધી બંને દેશો વચ્ચે સમજૂતી નથી થતી. સેના પ્રમુખે આજે પીએડી ચેંબર ઓફ કોમર્સ ઈન્સ્ટ્રીની સભાને સંબોધ આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં થઈ રહેલી ગતિવિધી ઉપર પણ ભારતીય સેના નજર રાખીને બેઠું છે. સમગ્ર મામલે સેના પ્રમુખે એવું નિવેદન પણ આપ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને અમારી સેના રણનિતી તૈયાર કરી રહી છે. ચીન પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે ચીન સાથે સરહદ પર હાલમાં વિવાદ યથાવત છે. સાથેજ તેમણે કહ્યું કે તેઓ ગમે કે સેના ગમે તે પરિસ્થિતીનો સામનો કરવા પણ તૈયાર છે. વધુમાં સેના પ્રમુખ નરવણે કહ્યું કે આ સરહદી વિવાદ ત્યા સધી રહેશે જ્યા સુધી સમગ્ર મામલે સમજૂતી નથી. બંને દેશો સરહદ પર શાતી રાખવા માટે મજબૂત પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન મુદ્દે તેમણે કહ્યું કે ભારતીય સેના દરેક ક્ષણે ત્યા નજર રાખી રહી છે. જાે ભવિષ્યમાં કોઈ ખતરો ઉભો થાય તો તેની સામે લડવા સેનાએ રણનિતી તૈયાર કરી લીધી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવી લીધો છે જે મામલે ચિંતા કરતા તેમણે કહ્યંા કે ભારતે ૨૦ સપ્ટેમ્બરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ભૂમી પર આતંકિ કૃત્યો ન થવા જાેઈએ. સેના પ્રમુખે આતંકવાદ મુદ્દે કહ્યું કે તે એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ ભારતીય સેના દરેક પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.