નવી દિલ્હી
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે વધાર થયો હતો.બંનેના ભાવમાં ૩૫.૩૫ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.છેલ્લા ૧૮ મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર ૩૬ રુપિયા અને ડિઝલ ૨૬.૫૮ રુપિયા મોંઘુ થઈ ચુકયુ છે.પેટ્રોલ ડિઝલની વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી મોદી સરકારને નિશાના પર લીધી છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટર પર એક મીડિયા રિપોર્ટને શેર કરીને કહ્યુ હતુ કે, આ વર્ષે પેટ્રોલના ભાવમાં ૨૩.૫૩ રુપિયાનો વધારો થયો છે.મોદી સરકારે લોકોને તકલીફો આપવામાં નવા રેકોર્ડ સર્જયા છે.સૌથી વધારે બેકારી પણ મોદી સરકારમાં છે અને સૌથી વધારે સરકારી સંપત્તિઓ પણ મોદી સરકારમાં વેચાઈ છે.મોદી સરકારમાં જ એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં સૌથી વધારો થયો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મીડિયા રિપોર્ટને ટાંકીને સરકાર પર હુમલો કર્યો હતો અને સરકારના અચ્છે દીન કહીને ટોણો માર્યો હતો.
