Delhi

સરદાર પટેલની પુણ્યતિથીએ અમિતશાહ અને ભુપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ આપી

નવીદિલ્હી
દરેક ભારતીયના હૃદયમાં વસતા દેશની એકતા અને અખંડિતતાના અદ્ભુત શિલ્પી લોખંડી પુરૂષ સરદાર પટેલના જીવનની દરેક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે સમર્પિત હતી. તેમના વિચારો હંમેશા દેશને માર્ગદર્શન આપશે. આવા મહાન યુગપુરુષ અને રાષ્ટ્ર ગૌરવના ચરણોમાં કોટિશાહ વંદન.ગુજરાતના પનોતા પુત્ર, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતવર્ષની એકતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમનઆજે ૧૫ ડિસેમ્બર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોએ તેમને સ્મરણાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. ભારત તેમની સ્મારક સેવા, તેમની વહીવટી કુશળતા અને આપણા રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા તેમનો આભારી રહેશે.

Sardar-Patel-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *