નવીદિલ્હી
શુભાંશીએ કહ્યું કે તે હિંદુ ધર્મની છે અને હિંદુત્વમાં માને છે. તેઓ કહે છે કે હિન્દુ શબ્દનો એક ગુણ છે. આ જ કારણ છે કે તેના ધર્મ પર હુમલો થતો જાેઈને તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેનાથી તેની ભાવનાઓને ઠેસ પહોંચી છે. શુભાંશીએ કહ્યું કે આ મામલામાં લેખક સામે કેસ નોંધવાની સાથે આ પુસ્તકની નકલ જપ્ત કરવાના આદેશ પણ આપવા જાેઈએ અને આવા વિવાદાસ્પદ લખાણ પર પ્રતિબંધ લગાવવો જાેઈએ.તે જ સમયે, શુભાંશીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે લેખકે તેમના પુસ્તકના પ્રમોશન દરમિયાન હિંદુ ધર્મ પર ફરીથી દ્વેષપૂર્ણ ટિપ્પણી કરી છે અને હિંદુત્વની તુલના પશુ અને જાનવર સાથે કરી છે. શુભાંશીનું કહેવું છે કે લેખક એક ખાસ રાજકીય પક્ષની વિચારધારા સાથે સંબંધ ધરાવે છે, તેથી તેણે ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવાના ઈરાદાથી આ પુસ્તક લખ્યું છે.પુસ્તકમાં, તે કહે છે કે, તેણે હિન્દુત્વની સરખામણી એવા સંગઠનો સાથે કરી છે જેણે ૨૦૧૪ અને ૨૦૧૮ વચ્ચે ૨૯ દેશોમાં ૨,૦૦૦ થી વધુ લોકોની હત્યા કરી છે. લેખકનો ઉદ્દેશ્ય પુસ્તક લખવાનો નહોતો પણ ચોક્કસ વર્ગના મતોનું ધ્રુવીકરણ કરવાનો હતો.કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં, લખનૌની અદાલતે વિશ્વના ખતરનાક આતંકવાદી સંગઠન બોકો હરામ અને આઈએસઆઈએસ સાથે હિંદુત્વની તુલના કરવા બદલ તેમની પર સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. છઝ્રત્નસ્ શાંતનુ ત્યાગીએ સ્થાનિક વકીલ શુભાંશી તિવારીની અરજીને ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો છે અને જીૐર્ં મ્દ્ભ્ને હ્લૈંઇની નકલ ત્રણ દિવસમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. જેના કારણે સલમાન ખુર્શીદની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે શુભાંશી તિવારીએ કહ્યું કે સલમાન ખુર્શીદ એક વરિષ્ઠ વકીલ છે અને તેઓ ઘણા હોદ્દા પર રહી ચુક્યા છે અને જ્યારે મેં સનરાઇઝ ઓવર અયોધ્યા વાંચ્યું ત્યારે પુસ્તકના કેટલાક ભાગ વિવાદાસ્પદ હતા અને હિન્દુ ધર્મ પર આકરા પ્રહારો છે. તેણે કોર્ટને કહ્યું કે આ પુસ્તકના પેજ નંબર ૧૧૩ના પ્રકરણ ૬ (ડી)માં લખ્યું છે – ભારતનો સનાતન ધર્મ અને મૂળ હિન્દુત્વ, જેની આપણે વાત કરી રહ્યા છીએ, તે ભારતના સંતોના નામથી ઓળખાય છે. આજે આપણે કટ્ટરવાદી હિન્દુત્વના બળ પર એ ઓળખને અલગ કરી રહ્યા છીએ. હાલમાં, હિન્દુત્વનું રાજકીય સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે અને જે ઇસ્લામિક જેહાદી સંગઠનો ૈંજીૈંજી અને બોકો હરામ જેવું જ છે.
