Delhi

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધશે

નવીદિલ્હી
મેટ્રો રેલ સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી(ડ્ઢિીટ્ઠદ્બ ઝ્રૈંઅ ) અને ભેંસાણથી સારોલીને જાેડતા બે રૂટ પર મેટ્રો રેલનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મેટ્રો રેલના કુલ ૪૦.૩૫ કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જાેડવાની કાર્યવાહી ચાલી રહી છે. ૨૧.૬૧ કિમીના આ રૂટ પર કામે વેગ પકડ્યો છે. આ સાથે સુરત મેટ્રોના બંને રૂટની ખાસ ઓળખ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લાંબા હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૨૧.૬૧ કિમીના રૂટ પર સૌરાષ્ટ્રવાસીમાં અનેક હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમંડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે. તેને ડાયમંડ કોરિડોર તરીકે લોકપ્રિય કરવામાં આવશે. મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જાેડતો ૧૮.૮૪ કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર ૨ એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે. જેથી આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલ આ પ્રોજેક્ટનું કામ પુરજાેશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના માટે શહેરના કેટલાક માર્ગોને એક વર્ષ માટે બંધ પણ કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં સુરતને જલ્દી આ પ્રોજેક્ટ સમર્પિત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.નવી દિલ્હી ખાતે ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગ અને જર્મન કંપની-દ્ભહ્લઉ (ધિરાણકર્તા) વચ્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ-૧ માટે રુપિયા ૩૪૬૪ કરોડના (૪૪ર.ર૬ મિલિયન યુરો) લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ની ૪૦.૩પ કિ.મીટર લંબાઈ માટે કુલ મંજૂર પ્રોજેક્ટ કિંમત રુપિયા ૧ર૦ર૦.૩ર કરોડમાંથી રુપિયા પ૪૩૪.રપ કરોડ લોન મારફત મેળવવાનું આયોજન હતું. જે પૈકી રુપિયા ૩૪૬૪ કરોડની લોન કે.એફ.ડબલ્યુ પાસેથી અને બાકીના રુપિયા ૧૯૭૦ કરોડ ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેંક -છહ્લડ્ઢ પાસેથી મળશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસીએલ) લિમીટેડે લોકો માટે સસ્તી, સુલભ, ઝડપી અને સુરક્ષિત જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યની સફરમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આની સાથે જ સાથે જ વર્ષ ર૦ર૪માં સુરત મેટ્રો રેલ પ્રોજેકટના બાંધકામનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *