ગુડગાંવ
ગુડગાંવમાં દર શુક્રવારે ખુલ્લામાં નમાજ મુદ્દે ૩ મહિનાથી વિરોધપ્રદર્શન થઇ રહ્યા છે. ઘણીવાર સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ-તંત્રએ હસ્તક્ષેપ પણ કરવો પડ્યો છે. બંને પક્ષો વચ્ચે શાંતિ જાળવી રાખવા પ્રયાસ કરાયા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટ કહ્યું છે કે ખુલ્લામાં નમાજ ન પઢવી. તેઓ ગુડગાંવમાં જીએમડીએની બેઠકમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મુસ્લિમો ખુલ્લામાં નમાજ ન પઢે, ઘરમાં જ પઢે. જાે કોઇ પોતાની જગ્યામાં નમાજ પઢે, પૂજા-પાઠ કરે તો અમને કોઇ વાંધો નથી. ખુલ્લામાં નમાજ મુદ્દે ઘર્ષણ નહીં થવા દેવાય.
