Delhi

હસન અલીના કેચ છોડ્યા પર યુઝર્સ દ્વારા ગોળી મારવાની સલાહ

ન્યુ દિલ્હી,
પાકિસ્તાની ફેન્સને આશા હતી કે હસન આ કેચ પકડી મેચ જિતાડશે. પરંતુ તેની કેચ ડ્રોપ કરવાની આ ભૂલ પાકિસ્તાનને ઘણી મોંઘી પડતા ફેન્સ નિરાશ થયા હતા.ટી૨૦ વર્લ્‌ડ કપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી બીજીવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં હસન અલીએ મેથ્યૂ વેડનો કેચ છોડ્યો અને ત્યારપછી વેડે બેક ટુ બેક ૩ સિક્સ મારી મેચ પલટી નાખી હતી. ત્યારપછી પાકિસ્તાનમાં હસન અલી અને તેની ભારતીય પત્નીને લોકો ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હસન અલીની પત્ની ભારતની રહેવાસી છે. ટ્રોલર્સે હસન અલી અને તેની ભારતીય પત્ની સામિયાને મનફાવે તેમ ગંદી-ગંદી ગાળો સોશિયલ મીડિયામાં બોલી રહ્યા છે. હસને પાકિસ્તાનમાં લોકો હસન અલીને ગદ્દાર પણ કહી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે હસન આવે એટલે ગોળી મારી દો. હસનની પત્ની સામિયા ભારતમાં હરિયાણાના નૂંહ જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. તે અમીરાત એરલાઈન્સમાં એક ફ્લાઈટ એન્જિનિયર છે. તેનો પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી ફરીદાબાદમાં રહે છે. મેચના છેલ્લા ૧૨ બોલ પર ટીમને ૨૨ રનની જરૂર હતી. ૧૯મી ઓવરમાં શાહીન આફ્રિદીના ત્રીજા બોલ પર મેથ્યૂ વેડે મિડ વિકેટ પર લોફ્ટેડ શોટ માર્યો હતો. જે સરળ કેચને હસન અલીએ છોડી દેતા ફેન્સ નિરાશ થયા હતા. આ કેચની સાથે મેથ્યૂ વેડ આખી મેચ જ લઈ ગયો અને સતત ૩ બોલમાં ૩ સિક્સ મારી ઓસ્ટ્રેલિયાને ફાઇનલની ટિકિટ અપાવી દીધી હતી.

hasan-ali.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *