Delhi

હાલ એશિયાઇ દેશોમાં શસ્ત્રો ખરીદવાની ખતરનાક હોડ મચી

નવી દિલ્હી
ચીન આંતર ખંડીય મિસાઇલની તાકાત વધીઃ ચીન બહુ ઉદેશીય ડીએફ-૨૩ હથિયાર બનાવી રહ્યું છે, જેને પરમાણુ સાથે ઉપયોગ કરી શકાય છે. તેની રેન્જ ૪૦૦૦ કિલો મીટર સુધીની છે.હાલ એશિયાઇ દેશોમાં શસ્ત્રો ખરીદવાની ખતરનાક હોડ મચી છે.આ મહિને દક્ષિણ કોરિયા ૩ મિસાઇલોનું પરીક્ષણ કરી ચુકયું છે. તો બીજી બાજુ ચીને પોતાની લશ્કરી તાકતને ખુબ જ ઝડપથી વધારી છે. આ બંને પડકારો વચ્ચે એશિયાના અનેક દેશો ખુબ જ ઝડપથી હથિયાર ખરીદવા લાગ્યા છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે, આવા ખતરનાકતથી ખતરનાક શસ્ત્રો ખરીદવાની હોડ આ ક્ષેત્રને અસ્થિર બનાવી શકે છે. સબમરીનથી વધશે તાકાતઃ હાલમાં જ બનાવવામાં આવેલા ચીન વિરોધી જૂથ ઓકસના માધ્યમથી ઓસ્ટે્રલિયાને અમેરિકા અને બ્રિટન દ્વારા ઓછામાં ઓછી ૮ સબમરીનો મળશે.જેથી તે પરમાણુ સબમરીન વાળો દુનિયાને ૪થો દેશ બની જશે. ઓસ્ટે્રલિયાઇ સીટકાર ટુંક સમયમાં જ સૌનિક વિધ્વંશક પર ટોમ હોક ક્રુઝ મિસાઇલોને તૈનાત કરશે. જહાજ વિરોધી મિસાઇલ બનાવે છે. જાપાન જહાજ વિરોધી મિસાઇલ વિકસીત કરી રહ્યું છે. જેની ક્ષમતા હજાર કિલોમીટર થઇ શકે છે. તે ૧૦૫ લોક હોડ એફ ૩૫ લડાયક વિમાન ખરીદી શકે છે. આધુનિક મિસાઇલોનું સતત પરીક્ષણઃ ઉત્તર કોરિયાએ આ મહિના એક એક ક્રુઝ, બેલેસ્ટિક હાઇપર સૌનિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું.જેથી તે આગામી પેઢીના હાઇપર સૈનીક શસ્ત્રો એકત્ર કરવામાં લાગી ગયું છે.જેથી તે આગામી પેઢી (જનરેશન) હાઇપર સૈનીક હથિયારોને એકત્ર કરવામાં લાગેલા રશિયા, ચીન અને અમેરિકા પણ આ યાદીમાં જાેડાઇ ગયું છે. ચીનની સુરક્ષા માટે સૈન્ય બજેટ વધાર્યુઃ ચીનથી પોતાની સુરક્ષા માટે તાઇવાને પોતાનું લશ્કર વધારી દીધું છે.ગત સપ્તાહ જ સરકારે જાહેરાત કરી હતી. કે ૫ વર્ષમાં તે પોતાના હથિયાર ક્ષમતાના આધુનિકીકરણ માટે ૮.૬૯ અબજ ડોલર્સ ખર્ચ કરશે. બિન પરમાણુ શકિત હોવાના કારણે સબમરીન બનાવીઃ આ કોરિયાઇ દેશે એક પારંપરિક સબમરીનનું સફળતાપુર્વક પરીક્ષણ કર્યુ હતું.આ પ્રણાલી વિકસીત કર્યા બાદ તે દુનિયાનો પ્રથમ બિન પરમાણુ શકિત દેશ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *