Delhi

૧૯૭૧ની હાર પછી પાકિસ્તાન ભારતમાં સતત પ્રોક્સી વોર લડી રહ્યો છે ઃ રાજનાથસિંહ

નવીદિલ્હી
‘પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને તોડવા માંગે છે. ભારતીય દળોએ ૧૯૭૧માં તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી અને હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. આપણે સીધા યુદ્ધમાં જીત્યા છીએ, પરોક્ષ યુદ્ધમાં પણ જીત આપણી જ થશે. તેમણે કહ્યું, “આપણી સશસ્ત્ર દળને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવાનો અમારો ઉદ્દેશ્ય છે અને આ દિશામાં અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ‘વિજય પર્વ’ જેવી ઉજવણી આપણને આ માર્ગ પર ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા આપે છે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્વર્ણિમ વિજય પર્વના ઉદ્‌ઘાટન સમારોહમાં બોલતા કહ્યું, “આજે આપણે બધાએ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધના સુવર્ણ વિજય વર્ષના ભાગ રૂપે ઈન્ડિયા ગેટ પર ઉજવણી કરી. વિજયના તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આ તહેવાર ભારતીય સેનાના ભવ્ય વિજયના સન્માનમાં છે, જેણે દક્ષિણ એશિયાના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખ્યા હતા. રક્ષા મંત્રીએ કહ્યું, ‘આ કાર્યક્રમને વધુ ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આયોજિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ દેશના પ્રથમ ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવતના અકાળે અવસાન બાદ આ કાર્યક્રમને સાદગીથી સ્વીકારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ અવસર પર હું પણ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” રાજનાથસિંહે કહ્યું, ‘આ દિવસે હું ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, પરાક્રમ અને બલિદાનને નમન કરું છું, જેના કારણે ભારત ૧૯૭૧ના યુદ્ધમાં જીત્યું હતું. આ દેશ એ તમામ વીરોના બલિદાન અને બલિદાનનો હંમેશા ઋણી રહેશે. સિંહે કહ્યું, ‘આ યુદ્ધ આપણને જણાવે છે કે ધર્મના આધારે ભારતનું વિભાજન એક ઐતિહાસિક ભૂલ હતી. પાકિસ્તાનનો જન્મ એક ધર્મના નામે થયો હતો. પરંતુ તે એક ન રહી શક્યો. ૧૯૭૧ની હાર પછી આપણો પાડોશી દેશ ભારતમાં સતત પ્રોક્સી વોર લડી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારત વિરોધી લાગણી કેટલી પ્રબળ છે, તે એ હકીકત પરથી જાેઈ શકાય છે કે તેઓ પોતાની મિસાઈલનું નામ ભારત પર આક્રમણ કરનારા હુમલાખોરોના નામ પરથી રાખે છે. ઘોરી, ગઝનવી, અબ્દાલી! તેમને પૂછવું જાેઈએ કે તેઓએ આજના પાકિસ્તાની વિસ્તારમાં પણ હુમલો કર્યો હતો. જ્યારે ભારતની મિસાઈલોના નામ આકાશ, પૃથ્વી, અગ્નિ છે. હવે આપણી એક મિસાઈલનું નામ પણ સંત રાખવામાં આવ્યું છે. ગઈકાલે જ તેનો સફળ પરિક્ષણ કરાયુ હતુ.

Rajnath-Singh-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *