Delhi

૨૦૩૦ સુધીમાં દેશના ૫૦ ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

નવી દિલ્હી
ડ્રાફ્ટમાં માંગની જગ્યાએ સપ્લાય સાથે જાેડાયેલી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે.જેમાં એવા પાક લેવાની ભલામણ કરવામાં આવી છે જેમાં ઓછા પાણીની જરુર હોય.ઉદ્યોગોમાં પાણીનો વપરાશ ઓછો કરવાનુ સૂચન કરાયુ છે.પાણીના ઉપયોગની પ્રાથમિકતા નક્કી કરાઈ છે.તેની પાંચ કેટેગરી રખાઈ છે.જેમાં પહેલી પ્રાથમિકતા રોજ બરોજના જીવન માટેની પાણીની જરુરિયાતને, બીજી પ્રાથમિકતા ખેતી તેમજ નદીઓમાં પાણી સ્વચ્છ રહે તેને તેમજ ત્રીજી પ્રાથમિકતા સામાજિક તેમજ સાંસ્કૃતિક જરુરિયાતો માટે પાણીના ઉપયોગને અપાઈ છે. મિહિર શાહનુ કહેવુ છે કે, ચોથી કેટેગરીમાં પાણી સાથે જાેડાયેલી વેપારી પ્રવૃત્તિઓને રખાઈ છે.ઉદ્યોગો રિસાયકલ વોટર વાપરે તેના પર ભાર મુકાયો છે અને પાંચમી કેટેગરીમાં પાણીના નવા ભંડારો પર જાેર અપાયુ છે.તમામ રાજ્યોમાં સ્વતંત્ર રીતે વોટર મેનેજમેન્ટ માટેની સંસ્થાઓ સ્થાપવાનુ સૂચન કરાયુ છે. તેમના કહેવા પ્રમાણે સંખ્યાબંધ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઘટયુ છે અને મોટા ડેમમાં જે પાણી છે તે ખેડૂતો સુધી પહોંચી રહ્યુ નથી.નવી વોટર પોલિસી લાગુ કરવા માટે રાજ્યોમાં સંમતિ બને અને વિવાદોનુ સમાધાન થાય તે માટે સૂચનો કરાયા છે.નવી નેશનલ વોટર પોલિસી-૨૦૨૦નો ડ્રાફ્ટ કરવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.આ માટેની કમિટીએ પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ મિહિર શાહે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, દેશમાં ક્લાઈમેટ ચેન્જ અને દેશ સામે પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતાથી વિચાર કરાયો છે.જાે પાણીની માંગ આ જ રીતે વધતી રહી તો દેશની ૫૦ ટકા વસતીને ૨૦૩૦ સુધીમાં પાણી નહી પુરુ પાડી શકાય.

Water-scarcity-hit-50-of-the-country-2030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *