નવી દિલ્હી
ગ્લોબલ કોર્પોરેટ સર્વિસ પુરી પાડતી ૧૪ કંપનીઓની લીક થયેલી ૧૧.૯ મિલિયન ફાઇલ્સ છે. આ કંપનીઓ દ્વારા ૨૯,૦૦૦ ઓફ્ફ ધ શેલ્ફ કંપનીઓ અને પ્રાઇવેટ ટ્રસ્ટો સૃથાપવામાં આવ્યા છે જે જાણીતા કરચોરોના સ્વર્ગ દેશો ઉપરાંત સિંગાપોર, ન્યુ ઝિલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટસમાં પણ આવી સેવાઓ પુરી પાડે છે. આ દસ્તાવેજાે પ્રાઇવેટ ઓફફશોર ટ્રસ્ટમાં ખડકવામાં આવેલી રોકડ, શેરહોલ્ડિંગ અને રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીઓના માલિકોના નામ દર્શાવે છે. પેન્ડોરા પેપર્સમાં ૩૮૦ ધનવાન ભારતીયો સંડોવાયેલા છે જેમાંથી ઇન્ડિયન એક્સપ્રેસે ૬૦ હસ્તીઓના નામોની દસ્તાવેજાે સાથે ખરાઇ કરવામાં આવી છે. આ તપાસ હાલ ચાલી રહી છે.આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન રીપોર્ટિંગમાં દુનિયાભરના મોટા માથાઓની કરચોરીનો ઘટસ્ફોટ થયો હતો. ૩૦૦ કરતાં વધુ ભારતીયોના નામ પેન્ડોરા પેપર્સમાં ખુલ્યા છે. એમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નિરવ મોદીની બહેન અને કિરણ મજૂમદારના પતિ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના આવકવેરા વિભાગથી માહિતી ગુપ્ત રાખીને વિદેશી કંપનીઓમાં ગેરકાયદે રોકાણથી ટેક્સ ચોરી કર્યાનો ધડાકો થયો છે.ભારતના ૩૮૦ જેટલાં ધનિક ભારતીયોના નામ એમાં ખુલ્યા છે. એમાંથી ૮૦ જેટલાં ભારતીયોના નામ જાહેર થઈ ચૂક્યા છે. સચિન તેંડુલકર, તેની પત્ની અંજલિ, અંજલિના પિતા, અનિલ અંબાણી, નીરવ મોદીની બહેન, કિરણ મજૂમદાર શોના પતિ જેવા નામો ખુલતા ખળભળાટ મચી ગયો છે. આમાંથી ઘણાંએ સત્તાવાર નિવેદનમાં આ આરોપ નકારી કાઢ્યા હતા અને સંપત્તિનું રોકાણ ગેરકાયદે ન હોવાનો દાવો પણ કર્યો હતો. વિદેશોમાં પ્રાઇવસી કાયદા કડક હોવાથી ત્યાં સૃથપાતાં ટ્રસ્ટ-કંપનીની માહિતી ગુપ્ત રહે છે. જેનો ઉપયોગ બેનંબરી આવકને સંતાડવા માટે કરવામાં આવે છે. પેન્ડોરા પેપર્સમાં આ આ લોકોના નામ પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા છે. દુનિયાભરના ૧૫૦ જેટલા મીડિયા હાઉસના પત્રકારોના જૂથે સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં આ ઘટસ્ફોટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ભારતના ૩૮૦ જેટલા નામો એમાં ખુલ્યા છે. પેન્ડોરા પેપર્સમાં પાંચ ભારતીય રાજકારણીઓના નામ છે, પરંતુ તેમના નામ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. આ એવા નામો છે, જે સાંસદ રહી ચૂક્યા છે અને આવકવેરા વિભાગની રડારમાં પહેલેથી જ છે. તો પાકિસ્તાનના ૭૦૦ ધનિકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. જેમાં ઈમરાનના મંત્રીઓનો પણ સમાવેશ થયો છે. કેટલાય મંત્રીઓના પરિવારના નામો પણ એમાં ખુલ્યા છે. અહેવાલો પ્રમાણે ૧.૧૯ કરોડ ગુપ્ત ફાઈલો હાથ લાગી છે, જેમાં દુનિયાના ટોચના ધનપતિઓની બેનામી લેવડદેવડનો હિસાબ છે. સુપરસ્ટાર સિંગર શકિરા, સુપર મોડેલ ક્લાઉડિયા શિફર, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર, જાેર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઈક્વાડોરના પ્રમુખો, ચેક રિપબ્લિકના વડાપ્રધાન, રશિયન પ્રમુખ પુતિનના પ્રચાર મંત્રી, અમેરિકા-રશિયા-બ્રિટનના ૧૩૦થી વધુ અબજાેપતિઓ આ યાદીમાં છે. પત્રકારોની ટીમના દાવા પ્રમાણે તેમને આ વિગતો એ ૧૪ કંપનીમાંથી મળ્યા છે, જે શેલ કંપનીઓ બનાવવામાં સંડોવાયેલી હતી. દુનિયાના શક્તિશાળી ૩૩૬ રાજકારણીઓ સાથે સંડોવાયેલી ૯૫૬ કંપનીનો પત્તો આ અહેવાલોમાં લાગ્યો હતો.