Delhi

૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને વેક્સિન અપાશે ઃ વડાપ્રધાન

ન્યુદિલ્હી
વિશ્વમાં કોરોનાને લઈને અનુમાન અલગ અલગ છે. પરંતુ કોરોના વિરૂદ્ધ આપણી લડાઈ શરૂઆતથી જ વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર જ આધારિત રહી છે અને તેના લાભ પણ અનુભવી રહ્યાં છીએ. ગત ૧૧ મહિનામાં દેશમાં તેના લાભ જાેવા મળ્યાં છે. દુનિયાના અનેક દેશોની તુલનાએ આપણે ત્યાં આર્થિક પ્રવૃતિઓ ચાલે છે. ભૂલવું ન જાેઈએ કે કોરોના હજુ ગયો નથી. આજે દેશના દૂરદૂરના ગામડાંમાં મોટા ભાગે વેક્સિનેશન પુરું થઈ ગયું હોય તેવા સમાચાર આવે છે ત્યારે ગર્વની લાગણી થાય છે. આપણાં દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ વેક્સિન અને દુનિયાની પહેલી ડ્ઢદ્ગછ વેક્સિન પણ શરૂ થશે. આપણાં વૈજ્ઞાનિકોએ ઘણી મહેનતથી કામ કર્યું છે. ભારતે પોતાની સ્થિતિ મુજબ ભારતીય વૈજ્ઞાનિકોની સલાહથી જ ર્નિણય લીધો છે અને તેના પરિણામો પણ મળ્યા છે.દેશમાં ૧૫થી ૧૮ વર્ષની ઉંમરના લોકોને ૩ જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રંટ લાઈન વર્કર્સને ‘ઁિીષ્ઠટ્ઠેંર્ૈહ ર્ડ્ઢજી’ આપવામાં આવશે. આ વાતની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે દેશને સંબોધન કરતા કરી હતી. ઁસ્એ એમ પણ કહ્યું કે ૬૦ ની ઉંમરવાળા કૉ-મૉરબિડિટી (ગંભીર બીમારીથી પીડિત)વાળા નાગરિકોને પણ તેમની ડોકટરની સલાહ મુજબ વેક્સિનના ‘ઁિીષ્ઠટ્ઠેંર્ૈહ ર્ડ્ઢજી’નો વિકલ્પ અપાશે. જેની શરૂઆત ૧૦ જાન્યુઆરીથી કરાશે. સાથે જ ઁસ્ મોદીએ એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને દુનિયાની પહેલી ડ્ઢદ્ગછ વેક્સિન લગાડવાની પણ શરૂ થઈ જશે. જાે કે ઁસ્ મોદીએ એક વખત ફરી દેશવાસીઓને કોરોના મહામારીથી બચવા માટેના તમામ ઉપાયોનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેઓએ કહ્યું કે મહામારીને હરાવવા માટે માસ્ક પહેરવા સહિતના ઉપાયોને યથાવત રાખવાની જરૂર છે. વડાપ્રધાને પોતાના સંબંધનમાં સૌથી પહેલાં નવા વર્ષના સ્વાગત કરવાના ઉત્સાહમાં સ્વાસ્થ્ય સાથે બેદરકારી ન દાખવવાની ચેતવણી આપી છે. તેઓએ કહ્યું, આપણે વર્ષના અંતિમ સપ્તાહમાં છીએ. ૨૦૨૨ આવવાનું જ છે. તમે બધા ૨૦૨૨ના સ્વાગતની તૈયારીમાં છો, પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સાવચેત રહેવાનો પણ છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં પણ અનેક લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે. અપીલ છે કે ડર ન રાખશો, પરંતુ સાવધાની જરૂરથી રાખો. માસ્કનો ઉપયોગ કરો અને હાથોને થોડી-થોડી વારે ધોવાનું ન ભૂલવું જાેઈએ. મોદીએ તે બાદ દેશવાસીઓને કોરોનાની કોઈ પણ લહેરનો સામનો કરવા માટેની તૈયારીને લઈને આશ્વસ્ત કર્યા. તેમને કહ્યું, દેશમાં હાલ ૧૮ લાખ આઈસોલેશન બેડ અને ૫ લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ છે. આ ઉપરાંત ૧ લાખ ૪૦ હજાર ૈંઝ્રેં બેડ્‌સ છે. ૯૦ હજાર વિશેષ બેડ્‌સ બાળકો માટે છે. ૩૦૦૦થી વધુ ઁજીછ ઓક્સિજન્‌ પ્લાન્ટ્‌સ કામ કરી રહ્યાં છીએ. રાજ્યોને દવાઓનો બફર સ્ટોક તૈયાર કરવામાં મદદ આપવામાં આવી રહી છે.

15-years-to-18-years-vaccination.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *