Delhi

૭ દેશોના એનએસએ મોદીને મળશે

નવી દિલ્હી
અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત જટિલ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતની પહેલથી પરસ્પર તાલમેલ વધારવા, અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વિકાસ, માહિતી વિશે સીધી અને સચોટ માહિતી મળી શકે છે.આતંકવાદ જેવી પરિસ્થિતિઓને રોકવા અને વૈશ્વિક સ્તરે પહેલ કરવા માટે નવા શાથી દેશો મળી શકશે. અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા, તેના લોકોના માનવ અધિકાર, માનવતાવાદી સહાયતા પર ભાર મૂકવા બાબતે ચર્ચા થશે. આમ કરવાથી ભારત અફઘાનિસ્તાનમાં અને તેના દ્વારા આપણાં હિતોની રક્ષા માટે રોડ-મેપ બનાવી શકશે૧૦ અને ૧૧ નવેમ્બરે દિલ્હીમાં ૭ દેશોના દ્ગજીછજ’ ની બેઠક મળશે. આ બેઠક અફઘાનિસ્તાન મુદ્દા પર ભારતે બોલાવી છે. જાે કે, પાકિસ્તાને આ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. તાલિબાને થોડા મહીના પહેલા જ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી હતી. સત્તા પરિવર્તન બાદ ભારત અફઘાનિસ્તાનમાં રાજદ્વારી રીતે નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં બદલાયેલી સ્થિતિ બાદ અફઘાનિસ્તાનના પડોશી દેશોની સુરક્ષા સાથે જાેડાયેલી ચિંતાઓને કારણે ભારતે આ બેઠકની પહેલ કરી છે. આ બેઠકમાં તમામ પ્રાદેશિક હોદ્દેદારો અને મહત્વની સત્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવશે. ભારતમી નેશનલ સિક્યોરિટી કાઉન્સીલ સેક્રેટ્રિએટ આ વ્યક્તિગત બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા માટે અફઘાનિસ્તાનના તમામ પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાન, ઈરાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન ઉપરાંત રશિયા અને ચીન પણ સામેલ છે. નહીં, આવું નથી થઈ રહ્યું. પાકિસ્તાને નેશનલ સિક્યોરિટીએડવાઇઝર મોઈદ યુસુફે ગયા સપ્તાહે જ કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં સામેલ નહીં થાય. પાકિસ્તનનો દાવો છે કે અફઘાનિસ્તાનમાં ભારતે નકારાત્મક ભૂમિકા ભજવી છે. આનો વિરોધ કરતાં તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં યુસુફે કહ્યું કે હું નથી જઈ રહ્યો, કારણ કે સ્થિતિને બગાડનાર ક્યારેય શાંતિદૂત ન બની શકે. આ વિસ્તારની સમસ્યાઓ સૌની સામે છે. તેમના વિશે વાત કરવાની જરૂર નથી. યુસુફે કહ્યું કે જાે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થશે તો તે એક મોટુ બજાર બની શકે છે. સરકારના નજીકના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનનો ઇનકાર અફઘાનિસ્તાન વિશે તેની માનસિકતા દર્શાવે છે. જ્યાં, તેણે વિનાશક ભૂમિકા ભજવી છે. પાકિસ્તાન પહેલા પણ આ પ્રકારની બેઠકમાં ભાગ લીધો ન હતો. મધ્ય એશિયાના પાંચ દેશો તેમજ રશિયા અને ઈરાન પણ આ બેઠકમાં ભાગ લેવા માટે સંમત થયા છે. આ પહેલીવાર છે જ્યારે મધ્ય એશિયાના તમામ દેશોને આવા ફોર્મેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. કુલ એકસાથે ૭ દેશો આ બેઠકમાં ભાગ લેવા માટે સંમત થયા છે. તેમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *