નવીદિલ્હી
. ૈર્ંંઝ્રન્ ની વેબસાઇટના અનુસાર, આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧૦૩.૯૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૬.૬૭ રૂપિયા પર છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરી દીધા છે. ગત ૨૫ દિવસથી ઓઇલના ભાવમાં ફેરફાર થયો ન હતો. તો બીજી તરફ માર્કેટમાં દરરોજ કાચા ઓઇલના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ ૭૩ ડોલરની નીચે સરકી ગયો ર્છેંૈઙ્મॅિૈષ્ઠી.ર્ષ્ઠદ્બ ના અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં આજે ઉ્ૈં ઝ્રિેઙ્ઘી ૧૩.૦૬ ટકાના ઘટાડાની સાથે ૬૮.૧૫ ડોલર પ્રતિ બેરલ પર જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ બ્રેંટના ભાવમાં આજે ૧૧.૫૫ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે, ત્યારબાદ તેની કિંમત ૭૨.૭૨ ડોલર પર પહોંચી ગયો છે.
અત્રે ઉલેખનીય છે કે, દિવાળી પહેલાં કેંદ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઉત્પાદન શુલ્કમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ પેટ્રોલ ૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૦ રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઇ ગયું હતું. કેંદ્ર સરકારના આ પગલા બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત દેશના ૨૨ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં પણ ઇંધણ પર વેટમાં ઘટાડો કર્યો હતો.
