Delhi

NEETપરીક્ષા રદ કરવામાં આવશે નહીં ઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી
દ્ગઈઈ્‌ ૨૦૨૧ ની પરીક્ષા રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. કથિત પેપર લીક મામલે દ્ગઈઈ્‌ ેંય્ પરીક્ષાના ઈચ્છુક ઉમેદવારોએ ફરી પરીક્ષાની માંગણી સાથે એક અરજી દાખલ કરી હતી. દ્ગઈઈ્‌ ૨૦૨૧ રદ્દ કરવાની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પરીક્ષા રદ કરવામાં આવશે નહીં અને પુનઃપરીક્ષા અથવા તેનાથી સંબંધિત કોઈપણ અરજી પર વિચારણા કરવામાં આવશે નહીં. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે દ્ગઈઈ્‌ ેંય્ ૨૦૨૧ માં પેપર લીકના કથિત કેસોને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવે. તેમજ શિક્ષણ મંત્રાલય, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને નેશનલ મેડિકલ કમિશનને ફરીથી પરીક્ષા લેવા માટે ર્નિદશ કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે ૪ ઓક્ટોબરના રોજ એક અરજી પર સુનાવણી કરી હતી, જેમાં ૧૨ સપ્ટેમ્બરે યોજાયેલી દ્ગઈઈ્‌-ેંય્ ૨૦૨૧ ને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. દ્ગઈઈ્‌ ેંય્ ૨૦૨૧ ને રદ કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ મામલાની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, ” જેમાં ૭.૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તે પરીક્ષા રદ ન થઈ શકે. આ પરીક્ષા સ્થાનિક સ્તરે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી હતી.” વધુમાં બેન્ચે જણાવ્યું હતું કે, “નકલી ઉમેદવારોને સામેલ કરવા અને પેપરો લીક કરવાની કથિત ઘટનાઓ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે નહીં.” ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની ખંડપીઠે જણાવ્યું હતું કે “આ પરીક્ષામાં ઉપસ્થિત થયેલા લાખો વિદ્યાર્થીઓ માટે પેપર લીકની ઘટનાઓ નુકશાન પહોંચાડી શકે નહિ,તે માટે અરજી કરનારને હિંમતવાન ગણાવ્યો હતો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *