Delhi

અનિલ દેશમુખ અને અજીત પવાર પર આઈટીની કાર્યવાહી

નવી દિલ્હી
અજીત પવાર ઘણા લાંબા સમયથી આઈટીના નિશાને છે. ગયા મહિને જ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે રિયલ એસ્ટેટ ગ્રૂપ અને અજીત પવારના સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા બાદ ૧૮૪ કરોડ રુપિયાની બેહિસાબ સંપત્તિની જાણકારી મેળવી હતી. વિભાગે ૭ ઓક્ટોબરે ૭૦થી વધારે ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઈટીએ અજીત પવારના દીકરા પાર્થ પવારના માલિકાના હકવાળી કંપની અનંત મર્ક્‌સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય પવારની બહેનોના માલિકાના હકવાળી કંપનીઓ પર પણ કાર્યવાહી કરી ગઈ હતી. સોમવારે મોડી રાતે ઈડ્ઢએ પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી લીધી. ૧૦૦ કરોડ રુપિયાની વસૂલીના મામલે તેમની ૧૨ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી અનુસાર, દેશમુખ પાસેથી કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી. તેથી તેમની ધરપકડ કરી લેવાઈ હતી. દેશમુખને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યુટી સીએમ અજિત પવારના વિૂરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારથી જાેડાયેલી ૫ સંપત્તિઓને જાેડાણ કરવાનો આદેશ જારી કરી દીધો છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયા કરતા વધારે છે. મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓનુ એક્શન જારી છે. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજીત પવાર પર એક્શન શરૂ થઈ ગયુ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવાર સાથે જાેડાયેલી ૫ સંપત્તિઓને સીઝ કરવાનો આદેશ જારી કર્યા છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયાથી વધારાની છે.

Ajit-Pawar-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *