Delhi

અભિનેત્રી કરિશ્મા તન્નાએ ૩૮મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

નવીદિલ્હી
કરિશ્મા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહી તેટલી પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. કરિશ્માનું નામ બોલીવુડ એક્ટર ઉપેન પટેલ સાથે પણ જાેડાઈ ચુક્યું છે. બંને પહેલીવાર બિગ બોસની આઠમી સિઝનમાં મળ્યા હતા. જ્યાં બંનેનો રોમાન્સ ચર્ચાનો વિષય બન્યો હતો. શો છોડ્યા બાદ પણ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. ૨૦૧૬માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કરિશ્મા અગાઉ એક્ટર પર્લ વી પુરી સાથે પણ રિલેશનશિપમાં હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અભિનેત્રી પર્લ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પર્લ તેના માટે સંમત ન હતો. તેથી બંનેએ અલગ થવાનો ર્નિણય કર્યો. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો એક્ટ્રેસ આ દિવસોમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરાને ડેટ કરી રહી છે. કરિશ્માએ વરુણ સાથે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. કરિશ્મા અને વરુણની મુલાકાત કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી. બંને મોટાભાગે રજાઓમાં સાથે વિતાવે છે. અભિનેત્રીએ ૨૦૦૬માં ‘દોસ્તીઃ ફ્રેન્ડ્‌સ ફોર એવર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેની ફિલ્મ ફ્લોપ ગઈ હતી. આ પછી તે ૨૦૧૩માં ‘ગ્રાન્ડ મસ્તી’ માં જાેવા મળી હતી. આ ફિલ્મમાં કરિશ્માએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સિવાય અભિનેત્રી વર્ષ ૨૦૧૮માં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજુ’માં જાેવા મળી હતી. અભિનેત્રીએ વેબ સિરીઝ ‘કરલે તુ ભી મોહબ્બત’ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું. તે વર્ષ ૨૦૨૧માં ‘બુલેટ’માં જાેવા મળી હતી.કરિશ્માએ ૨૦૦૧માં ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ’થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખ ‘બાલવીર’ અને ‘કયામત કી રાત’ જેવા શોથી મળી હતી. તે પછી તે ઘણા શોમાં જાેવા મળી છે. તમને જણાવી દઈએ કે, કરિશ્મા ૨૦૧૪માં ‘બિગ બોસ હલ્લા બોલ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે ૭’ અને ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી સીઝન ૧૦’ની વિજેતા હતી. તેણે ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે.ટેલિવિઝન-બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. કરિશ્મા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. આજે કરિશ્મા તેનો ૩૮મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

Karishma-Tanna.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *