Delhi

આતંકવાદીએ કહ્યુ મે ૨૦૧૧ના હાઈકોર્ટ બ્લાસ્ટની રેકી કરી હતી

નવી દિલ્હી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ધરપકડ કરવામાં આવી તે આતંકવાદી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે, મોહમ્મદ અશરફ લાંબા સમયથી બોગસ આઈડી સાથે ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલની માફક કામ કરતો હતો. તેના પાસેથી છદ્ભ-૪૭, ગ્રેનેડ વગેરે મળી આવ્યા હતા. તેને ૈંજીૈં હેન્ડલ કરી રહ્યું હતું. સંદિગ્ધ પાકિસ્તાની આતંકવાદી અશરફને બ્લાસ્ટમાં સામેલ એક શકમંદનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે અશરફે પોતે જ હાઈકોર્ટની રેકી કરી હોવાનું જણાવ્યું હતું. જાેકે તે એ બ્લાસ્ટમાં સામેલ હતો કે નહીં તે પુછપરછમાં સ્પષ્ટ થશે. દ્ગૈંછ, ઇછઉ અને સ્ૈંએ પણ અશરફની લાંબી પુછપરછ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફને ઝડપી લીધો હતો તેની પુછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૧માં હાઈકોર્ટ બહાર જે બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન તેણે જ હાઈકોર્ટની રેકી કરી હતી.
તે સિવાય ૨૦૧૧ની આસપાસ તેણે આઈટીઓ સ્થિત પોલીસ હેડક્વાર્ટર (જૂના પોલીસ હેડક્વાર્ટર)ની રેકી કરી હતી. તેના કહેવા પ્રમાણે તેણે અનેક વખત રેકી કરી હતી પરંતુ વધુ જાણકારી નહોતી મળી શકી કારણ કે, પોલીસ હેડક્વાર્ટરની બહાર લોકોને રોકાવા નહોતા દેતા. સાથે જ તેણે આઈએસબીટીની રેકી કરીને તે જાણકારીઓ પાકિસ્તાનના હેન્ડલર્સને મોકલી હતી. દિલ્હીના કોઈ બ્લાસ્ટમાં અશરફ પોતે સામેલ હતો કે નહીં તેને લઈ પુછપરછ ચાલુ છે. પુછપરછ દરમિયાન ખુલાસા ૨૦૦૯માં જમ્મુમાં બસ સ્ટેન્ડ પાસે બ્લાસ્ટ કરેલો જેમાં ૩-૪ લોકોના મોત થયા હતા અને ૈંજીૈંના ઓફિસર નાસિરના કહેવાથી તે હુમલો કરેલો. ત્યારબાદ ૨૦૧૧માં દિલ્હી હાઈકોર્ટ બ્લાસ્ટની રેકી કરેલી અને વિસ્ફોટ કરવા માટે આવેલા ૨ પાકિસ્તાનીઓમાંથી એકનું નામ ગુલામ સરવર હતું. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં આર્મીના ૫ જવાનોની ર્નિદયતાપૂર્વક હત્યા , ૈંજીૈં ઓફિસર નાસિરના કહેવાથી અનેક વખત જમ્મુ કાશ્મીરમાં હથિયાર સપ્લાય કરવા માટે ગયેલો., ૈંજીૈં ઓફિસર સાથે હંમેશા ઈ મેઈલ દ્વારા વાત થતી, ઈ મેઈલ ડ્રાફ્ટમાં એક નાનો મેસેજ છોડવામાં આવતો. સ્પેશિયલ સેલના કહેવા પ્રમાણે અશરફને બાંગ્લાદેશના રસ્તેથી ભારત મોકલવામાં આવ્યો હતો. તે સિલિગુડી દ્વારા ભારતમાં દાખલ થયો હતો. ત્યાં તેણે લગ્ન પણ કરી લીધા હતા. તેણે ગાઝિયાબાદની કોઈ યુવતી સાથે લગ્ન કર્યા હતા. ૪૦ વર્ષીય આ શખ્સ દિલ્હી-એનસીઆરમાં પીર-મૌલાના બનીને ઝાડ-ફૂંકનું કામ પણ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *