Delhi

આર્યન ખાન પાસે નથી મળ્યું ડ્રગ્સ ઃ એનસીબીએ કોર્ટમાં જણાવ્યુ

નવી દિલ્હી
આર્યન ખાનને રવિવારે સાત અન્ય લોકોની સાથે રેવ પાર્ટી માટે કૉર્ડેલિયા ક્રૂઝના મહારાણી જહાજ પર હોવોના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો. દ્ગઝ્રમ્એ આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસમીત સિંહ, મોહલ જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાજ મર્ચન્ટને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આઠ લોકોમાંથી આર્યન, અરબાઝ અને મુનમુનની ધરપકડ કરી લેવામાં આવી છે.નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (દ્ગઝ્રમ્)એ સોમવારે કોર્ટને જણાવ્યું કે, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું. આર્યનની રવિવારે મુંબઈ ક્રૂઝ ડ્રગ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અધિકારીએ આર્યન ખાનની કસ્ટડી વધારવાની માગ કરતા એ વાતનો સ્વીકાર કર્યો કે, તેની પાસેથી કોઈપણ ગેરકાયદેસર ડ્રગ્સ નથી મળી આવ્યું. કોર્ટમાં આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરતા, વકીલ સતીશ માનેશિંદેએ તર્ક આપ્યો કે, ૨૩ વર્ષીય આર્યન, કૉર્ડેલિયા ક્રૂઝના મહારાણી જહાજ પર પાર્ટીમાં વિશેષ આમંત્રિત સભ્ય હતો. મુંબઈની એક કોર્ટે હવે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા ઉપરાંત અન્ય લોકોને ૭ ઓક્ટોબર સુધી દ્ગઝ્રમ્ની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આર્યન ખાન તરફથી જામીનની માગ કરતા વકીલ સતીશ માનેશિંદેએ કોર્ટમાં તર્ક આપ્યો, આર્યન ખાન બોલિવુડના સભ્યના રૂપમાં એક વિશેષ આમંત્રિત સભ્ય હતો. પાર્ટીના આયોજકોને પણ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે. તે તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે. દ્ગઝ્રમ્ તરફથી દલીલ રજૂ કરતા વકીલ અનિલ સિંહે જવાબ આપ્યો, તેઓ કહી રહ્યા છે કે તેને આમંત્રિત કરવામાં આવ્યો છે? એ સાબિત થાય છે કે, તેને આમંત્રિત કરવામાં આવ્યો હતો? તમે ક્રૂઝ પર ગયા છો અને તમારા મિત્રો કસ્ટડીમાં છે. બીજી તરફ, સતીષ માનેશિંદેએ કોર્ટને એવુ પણ જણાવ્યું કે, આર્યન ખાનની પાસેથી મહારાણી જહાજ પર ચડતી વખતે કે પછી દ્ગઝ્રમ્ની રેડ દરમિયાન કોઈ દવા મળી નથી. સતીશ માનેશિંદેએ એવુ પણ કહ્યું કે, ખાને ક્રૂઝ માટે કોઈ બોર્ડિંગ પાસ નથી ખરીદ્યો અને તે કોઈ આયોજક કે જહાજના માલિક સાથે સંપર્કમાં પણ નહોતો. તેમણે આગળ કહ્યું કે, આર્યન ખાનના કેટલાક મિત્રોને તેમની પાસેથી કોઈ ડ્રગ્સ ન મળ્યા બાદ જ જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ દ્ગઝ્રમ્એ ખાનના સેલ ફોનને પોતાના કબ્જામાં લઈ લીધો અને તેને મુંબઈમાં દ્ગઝ્રમ્ની ઓફિસમાં લઈ આવ્યા. તેમણે એવો પણ તર્ક આપ્યો કે, અન્ય સાત આરોપીઓમાંથી કોઈની પાસેથી દ્ગઝ્રમ્ દ્વારા જપ્ત કરવામાં આવેલી દવાઓની વ્યાવસાયિક માત્રાને ખાનની વિરુદ્ધ ના ઠરાવી શકાય. તપાસ અધિકારીઓએ વધુ કસ્ટડીની માગ કરતા કોર્ટમાં સ્વીકાર કર્યો કે, આર્યન ખાનની પાસેથી કોઈપણ ગેરકાયદેસર ડ્રગ્સ મળી નથી આવ્યું.

Aryan-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *