ન્યુ દિલ્હી
સિરિન્જના પ્રોડક્શનમાં ઝડપ લાવવાની જરૂરત છે, કેમ કે એની અછતને કારણે સંગ્રહખોરીની સ્થિતિ બની શકે છે. સિરિન્જનો સપ્લાય ઘટવાથી ગ્લોબલ લેવલ પર પેનિકની સ્થિતિ પણ બની શકે છે. લીસા હેડમેને કહ્યું, આવશ્યક વસ્તુઓના અભાવના સંકેતો ખરેખર પરેશાન કરે છે. સિરિન્જના કિસ્સામાં આ ઘટ રૂ.૧૦૦થી રૂ.૨૦૦ કરોડ સુધીની હોઈ શકે છે. સમયસર એનો સામનો કરવા માટે અસરકારક આયોજન કરવું જાેઈએઆવનારા વર્ષ સુધી દુનિયામાં આશરે ૨૦૦ કરોડ ઈન્જેક્શન સિરિન્જની અછત સર્જાઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં કોરોના વેક્સિનેશનના લીધે મોટે પાયે સિરિન્જનો વપરાશ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અત્યારસુધી સમગ્ર દુનિયામાં ૭૨૫ કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ લગાવાયા છે. એમાં સિંગલ, ડબલ અને બૂસ્ટર ડોઝ સામેલ છે. વેક્સિનની આ માત્રા સામાન્ય રીતે વાર્ષિક કુલ ડોઝની તુલનામાં ડબલ છે. દરેક ડોઝ માટે સિરિન્જનો ઉપયોગ થાય છે, તેથી એની અછત પણ દર વર્ષે બેગણી થઈ ગઈ છે. ઉૐર્ંના ડિવિઝન ઓફ એક્સેસ ટુ મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સના વરિષ્ઠ સલાહકાર લિસા હેડમેને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અમારી વાસ્તવિક ચિંતા એ છે કે આવતા વર્ષ સુધીમાં આપણી પાસે વેક્સિનેશન માટે સિરિન્જનો અભાવ સર્જાઈ શકે છે. આ વેક્સિનેશનને ધીમું કરી શકે છે. લોકોને અનેક રોગોથી બચાવવાના પ્રયાસો પર પણ એની ગંભીર અસર પડશે.


