Delhi

ઈડીએ હરિયાણાની કંપનીની ૨૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી
કોલસાનું ખનન કાર્ય ૨૦૦૬માં શરૂ થયું હતું. જાે કે સપ્ટેમ્બર ૨૦૧૪માં કોર્ટે કોલસાની ફાળવણી રદ કરી. જાે કે તેનું ખનન ૨૦૧૫ સુધી ચાલતું રહ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ૨૦૦૬થી ૨૦૧૫ દરમિયાન ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાની કિંમત ૯૫૧.૭૭ કરોડ રૂપિયા છે. આ રકમને ક્રિમિનલ ઇન્કમના સ્વરૃપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ઇડીએ જણાવ્યું હતું કે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડાયરેક્ટરો દ્વારા આ આવકનો ઉપયોગ સંપત્તિ ખરીદવા કરવામાં આવ્યો હતો.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોલસા બ્લોકની ફાળવણી સાથે સંલગ્ન અનિયમિતતાઓની ચાલતી તપાસમાં હરિયાણાની એક કંપનીની ૨૨૭ કરોડથી વધુ રકમની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ હિસાર, દિલ્હી, નોએડા, અને છત્તીસગઢમાં પથરાયેલી પડી હતી. હરિયાણાની પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આ સંપત્તિ છે. ઇડીએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. ઇડીએ જણાવ્યું હતું કે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીના અન્ય અધિકારીઓએ ખોટા નિવેદનો કરીને હકીકત છૂપાવી, તેમા કોલસા ફાળવણીની પ્રક્રિયા માટે અગ્રિમતા મેળવવા ઉત્પાદન ક્ષમતા અને નાણાકીય કામગીરી અંગે ખોટી વિગત દર્શાવી હતી. આ રીતે ૨૦૦૩માં છત્તીસગઢમાં કોલસાનો બ્લોક ખોટી રીતે મેળવાયાના આરોપ છે.

ED-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *