,નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે એમેઝોનને ફ્યૂચર ગ્રૂપ અને રિલાયન્સના સોદાના કેસમાં બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેના બે અઠવાડિયા પછી સીસીઆઇએ સોદો સ્થગિત કરતું પગલું લીધું હતું. ફ્યૂચર ગ્રૂપે એવા આક્ષેપો કર્યા હતા કે એમેઝોન દ્વારા ૨૦૧૯માં કંપનીમાં રોકાણ કરતી વખતે ભારતનાં તેમજ ફોરેન એક્સ્ચેન્જ કાયદાનો ભંગ કરાયો છે અને જરૂરી વિગતો છુપાવવામાં આવી છે. એમેઝોન દ્વારા ૬૦ દિવસમાં નવી અરજી કરવામાં આવશે તો સીસીઆઇ દ્વારા તેને ઝીણવટપૂર્વક તપાસવામાં આવશે. એમેઝોને કોઈ મહત્ત્વની અને જરૂરી વિગતો છુપાવી નથી નેે તેની ચકાસણી કર્યા પછી અરજીને ધ્યાને લેવાશે.ભારતની એન્ટિ ટ્રસ્ટ સંસ્થા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એ શુક્રવારે એમેઝોનનો વર્ષ ૨૦૧૯માં ફ્યૂચર ગ્રૂપ સાથે કરવામાં આવેલો સોદો સસ્પેન્ડ કર્યો છે. અમેરિકાની ટોચની ઈ–કોમર્સ કંપની દ્વારા સોદા માટે ઝ્રઝ્રૈંની મંજૂરી મેળવવામાં આવતી વખતે મહત્ત્વની તમામ માહિતી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે ઝ્રઝ્રૈં દ્વારા એમેઝોનને રૂ. ૨૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીસીઆઈ દ્વારા લેવામાં આવેલાં આ અભૂતપૂર્વ પગલાંની એમેઝોનના કાનૂની જંગ પર દૂરગામી અસરો પડશે. સીસીઆઈએ એમેઝોનને ૬૦ દિવસમાં નવેસરથી ફોર્મ માં વિગતો ફાઈલ કરવા જણાવ્યું છે. એમેઝોનને આદેશ જારી થયાથી ૬૦ દિવસમાં દંડની રકમ ચૂકવવા ફરમાન કરાયું છે.


