Delhi

એલપીજી કનેકશન ટ્રાન્સફર કરવું હવે સરળ બન્યું

નવીદિલ્હી
દેશમાં નોકરિયાત વર્ગની મુશ્કેલી ટ્રાન્સફર છે ઘણી વખત લોકો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તે દરમિયાન સૌથી વધુ ટેન્શન એડ્રેસ પ્રૂફ, ગેસ કનેક્શન સહિતની તમામ જરૂરી વસ્તુઓ ટ્રાન્સફર કરવાનું રહે છે. જાે તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ ઘર બદલ્યા પછી ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અથવા જાે તમને ટ્રાન્સફર કેવી રીતે કરવું તે ખબર નથી, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તેમજ તમારે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી. નોકરીમાં વારંવાર ટ્રાન્સફર થવાના કારણે સમસ્યાઓ વિકટ બને છે. નવા શહેરના અને નવા ઘરમાં પહેલી જરૂરિયાત રાંધણગેસની ઉભી થાય છે. સરકારે હવે આ સમયનો હલ આપ્યો છે. તમે આ પ્રક્રિયા અનુસરીનેસરળતાથી ન્ઁય્ કનેક્શન ટ્રાન્સફર કરી શકો છો. ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવા માટે તમારે તમારા વર્તમાન શહેરની ગેસ એજન્સીની મુલાકાત લેવી પડશે. તમારે ત્યાં જઈને તમારું ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવવાનું રહેશે, તમે બંને જમા કરાવો એટલે તમારા જમા થયેલા પૈસા એજન્સી દ્વારા પરત કરવામાં આવશે. ગેસ એજન્સી દ્વારા તમને એક ફોર્મ આપવામાં આવશે જેમાં જણાવવામાં આવશે કે હાલમાં તમારી પાસે એક ગેસ કનેક્શન છે. તમને જણાવી દઈએ કે તમારા માટે આ ફોર્મ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે નવી જગ્યાએ તે તમારા માટે ઉપયોગી થશે. નવા શહેરમાં ગયા પછી તમારે આ ફોર્મ લઈને નવા શહેરની ગેસ એજન્સી પર જવું પડશે અને ત્યાં ફોર્મ બતાવવું પડશે. તમને જણાવી દઈએ કે આ એ જ ફોર્મ હશે જે તમને જૂની ગેસ એજન્સી દ્વારા આપવામાં આવ્યું હતું. તમારે નવી ગેસ એજન્સીને પેમેન્ટ કરવું પડશે તે પછી તમારા નામે ટ્રાન્સફર કરાયેલ કનેક્શન ફરીથી જારી કરવામાં આવશે અને તમને કનેક્શન મળશે.

Gas-Cylinder-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *