Delhi

ઓમિક્રોનના ભયથી પાકિસ્તાને ૧૫ દેશો પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી
એનસીઓસીએ જર્મની, ત્રિનિદાદ અને ટોબેગો, અઝરબૈજાન, મેક્સિકો, શ્રીલંકા, રશિયા, યુએસએ, યુકે, થાઈલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, અફઘાનિસ્તાન અને તુર્કીને કેટેગરી ‘બી’માં મૂક્યા છે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ સંપૂર્ણ રસીકરણ કરાવવું જાેઈએ. પ્રવાસીઓએ મુસાફરીના ૪૮ કલાક પહેલા ‘નેગેટિવ રિપોર્ટ’ પણ સબમિટ કરવાનો રહેશે. કેટેગરી ‘ઝ્ર’ અને ‘મ્’ માં સમાવિષ્ટ અન્ય તમામ દેશોને કેટેગરી ‘છ’ માં મૂકવામાં આવ્યા છે. બધા મુસાફરોએ સંપૂર્ણ રસી લગાવવી જાેઈએ. તમામ પાકિસ્તાનીઓ ૧૫ ડિસેમ્બર સુધી કેટેગરી ‘ઝ્ર’ દેશોમાંથી મુક્તિ વિના મુસાફરી કરી શકે છે, પરંતુ આગમન પર સ્ક્રીનિંગ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૩૬ નવા કેસ નોંધાયા છે અને ૧૦ લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ચેપના ૧,૨૮૭,૧૬૧ કેસ નોંધાયા છે અને ૨૮,૭૭૭ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૧,૨૪૬,૪૬૪ લોકો સાજા થયા છે, જ્યારે ૮૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. પાકિસ્તાનમાં, ૫૨ મિલિયન લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, જ્યારે ૮૨ મિલિયન લોકોને આંશિક રીતે રસી આપવામાં આવી છે.કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. આ વેરિઅન્ટ હવે પાકિસ્તાન, થાઈલેન્ડ, લાતવિયા અને નેપાળમાં પણ ઘુસી ગયો છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જાેતા પાકિસ્તાને ૧૫ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં ક્રોએશિયા, હંગેરી, નેધરલેન્ડ, યુક્રેન, આયર્લેન્ડ, સ્લોવેનિયા, વિયેતનામ, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, લેસોથો, એસ્વાટિની, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને નામીબિયાનો સમાવેશ થાય છે. જ્યારે યુ.એસ.માં ઓમિક્રોનના વધતા જતા કેસોને જાેતા રસીની માંગ વધી છે. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર દ્વારા હવાઈ મુસાફરીની શ્રેણી નક્કી કરવા સંદર્ભે વિશ્વમાં કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી હતી. દ્ગર્ઝ્રંઝ્રના નિવેદન મુજબ બેઠકમાં વિવિધ દેશોના પ્રવાસીઓ માટે આરોગ્ય પ્રોટોકોલના આધારે સુધારેલી શ્રેણીઓ બનાવવામાં આવી છે. વિવિધ દેશોને ત્રણ શ્રેણી છ, મ્ અને ઝ્રમાં મૂકવામાં આવ્યા છે. કેટેગરી ‘ઝ્ર’માં ક્રોએશિયા, હંગેરી, નેધરલેન્ડ, યુક્રેન, આયર્લેન્ડ, સ્લોવેનિયા, વિયેતનામ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક, લેસોથો, એસ્વાટિની, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને નામિબિયા આમ ૧૫ દેશોનો સમાવેશ થાય છે. આ શ્રેણી ‘ઝ્ર’ દેશોમાંથી મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ હશે, પરંતુ સમિતિ પાસેથી મુક્તિ પ્રમાણપત્ર લીધા પછી જરૂરી મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.

Omicron-Virus-Cashs-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *