Delhi

ઓમિક્રોનની અસર ૭૭ દેશોમાં ફેલાઈ ઃ ૮૫૦૦ લોકો સંક્રમિત થયા

નવીદિલ્હી
૭૭ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા હતા. સમગ્ર વિશ્વમાં ૮૫૦૦ થી વધુ લોકો આ વેરિએન્ટથી સંક્રમિત છે. હાલમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. આ મોત બ્રિટનમાં થયું છે. યુકેમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સૌથી વધુ સંખ્યા છે. જ્યાં ૩૧૦૦ લોકો આ પ્રકારનો ભોગ બન્યા છે. જ્યારે યુરોપિયન દેશ ડેનમાર્કમાં ૨૪૦૦થી વધુ અને નોર્વેમાં ૯૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં ૭૭૦ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત થયા છે.કોરોના વાયરસનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૭ દેશોમાં આ વેરિઅન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, અત્યાર સુધી વિશ્વના ૭૭ દેશોએ ઓમિક્રોન વેરિઅન્ટના કેસની પુષ્ટિ કરી છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૭૭ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે અને વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન કદાચ વધુ દેશોમાં હોય શકે છે. તેમ છતાં તે હજુ સુધી શોધી શક્યું નથી. તેમણે કહ્યું કે ઓમિક્રોન અત્યાર સુધીના તમામ વેરિએન્ટ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે.ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૬૧ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ૪ નવા કેસ સામે આવ્યા છે. હવે અહીં ઓમિક્રોનના કુલ ૬ દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૮ નવા કેસ મળી આવ્યા છે જેમાંથી ૭ મુંબઈના છે. જાે આખા દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ ૨૮ કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં ૧૭, દિલ્હીમાં ૬, ગુજરાતમાં ૪, કર્ણાટકમાં ૩ ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ રીતે દેશના ૮ રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ભારતમાં પહેલાથી જ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. ગઈકાલે સોમવારે કરાચીમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યો હતો. આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલ (છદ્ભેંૐ) એ જણાવ્યું હતું કે જીન સિક્વન્સિંગ દ્વારા દર્દીમાં કોરોના વાયરસનો નવો પ્રકાર જાેવા મળ્યો છે. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (દ્ગર્ઝ્રંઝ્ર) એ ટિ્‌વટ કર્યું, ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ, ઇસ્લામાબાદ એ વાતની પુષ્ટિ કરવામાં સક્ષમ છે કે કરાચીમાંથી તાજેતરમાં શંકાસ્પદ નમૂના હકીકતમાં જીછઇજી-ર્ઝ્રફ૨નું ‘ઓમિક્રોન વેરિઅન્ટ’ છે. આ પ્રથમ પુષ્ટિ થયેલ કેસ છે. પરંતુ કેસોને ઓળખવા માટે નમૂનાઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બૂસ્ટર ડોઝ અંગે ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું, હું ફરીથી સ્પષ્ટ કરી દઉં કે ડબ્લ્યુએચઓ બૂસ્ટર ડોઝની વિરુદ્ધ નથી. અમે અસમાનતાના વિરોધમાં છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ જીવન બચાવવાની છે.’ તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓ ચિંતિત છે કે આવા કાર્યક્રમો કોવિડ રસીના સંગ્રહનું પુનરાવર્તન કરશે જે આપણે આ વર્ષે જાેયું છે અને સાથે સાથે અસમાનતામાં વધારો કરશે. દક્ષિણ આફ્રિકામાં કેસ ઘટી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં બૂસ્ટર ડોઝ લાગુ થયા બાદ પણ લોકો ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બની રહ્યા છે. ઈઝરાયેલ, અમેરિકા જેવા દેશોમાં લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ બધા પછી પણ લોકો ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટની પકડમાં આવી ગયા છે.

OMICRON-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *