Delhi

ઓવૈસીએ ચીનની ઘૂસણખોરી પર વડાપ્રધાન પર કટાક્ષ કયા

નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. આપેલું. છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદીઓએ ૧૩ નાગરિકોને નિશાન બનાવ્યા છે. જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી બે બાબતો પર વાત કરતા ડરે છે. એક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને બીજી ચીન. ચીન આપણી સરહદમાં ઘુસી ગયું છે, પણ મોદીજી તે વિશે કશું કહેતા નથી. એવું લાગે છે કે મોદીજી ચીનથી ડરે છે. જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. પણ હવે ચીન આપણા ઘરમાં ઘૂસીને બેઠું છે ત્યારે મોદીજી કંઈ કરી રહ્યા નથી. ચીનના ડરથી તો મોદી ચામાં પણ ચીની (ખાંડ) નથી નાંખતા ઓવૈસીએ કહ્યું કે ઁસ્ નરેન્દ્ર મોદી હંમેશા ચીન પર બોલતા ડરે છે. ત્યાં સુધી કે તેઓ ચામાં પણ ચીની (ખાંડ) નથી નાંખતા, ક્યાંક ચીન ગળી ન જાય. ઓવૈસી કાશ્મીરમાં બહારના લોકોની હત્યા બાબતે અને ચીનની ઘૂસણખોરીની ઘટનાઓ પર મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર કર્યા હતા. ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માં ૨૪ ઓક્ટોબરની મેચમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ૫ વર્ષ બાદ એકબીજા સામે ટકરાશે. અત્યાર સુધી યોજાયેલી પાંચ ટી-૨૦ વર્લ્‌ડ કપની મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ૨૦૧૬ માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટી-૨૦ વર્લ્‌ડ કપ દરમિયાન રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતુંછૈંસ્ૈંસ્ ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ૨૪ ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દેશના ૯ સૈનિકો શહીદ થયા છે અને ૨૪ મી તારીખે ભારત-પાકિસ્તાન ટી-૨૦ મેચ યોજાશે. તેમણે કહ્યું કે શું ઁસ્ મોદીએ નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. પરંતુ હવે જ્યારે ૯ સૈનિકો શહીદ થઈ ગયા તો પણ તમે ટી-૨૦ રમશો. ગિરિરાજ સિંહ, તારકિશોર પ્રસાદ બાદ હવે છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ભારત-પાકિસ્તાન મેચ સામે વિરોધ કર્યો છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં લોકો સાથે ટી-૨૦ રમી રહ્યું છે. બિહારના ગરીબ શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે. લોકોની લક્ષિત હત્યા થઈ રહી છે. આવી સ્થિતિમાં, ગુપ્તચર બ્યુરો અને અમિત શાહ શું કરી રહ્યા છે? કાશ્મીરમાં હથિયારો આવી રહ્યા છે અને તમે મેચ રમશો. પાકિસ્તાનથી આતંકવાદીઓ અહીં આવી રહ્યા છે. તમે એલઓસી પર એવું યુદ્ધવિરામ કર્યું કે હવે ડ્રોનથી હથિયારો આવે છે. કલમ ૩૭૦ હટાવતી વખતે તમે કહ્યું હતું કે કાશ્મીરમાંથી આતંકવાદ સમાપ્ત થયો છે. કશું સમાપ્ત થયું નથી. કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે મોદી સરકારની નિષ્ફળતા છે.

Asaduddin-owaisi-AD-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *