નવી દિલ્હી
સુપરમેનના કોમિક્સ રિલિઝ કરતી ડીસી કોમિક્સની નવી એનિમેશન ફિલ્મ ઈનજસ્ટિસની એક ક્લિપ સામે આવ્યા બાદ ભારતમાં લોકો ભડકી ઉઠયા છે. ખાસ કરીને ટિ્વટર પર તેને લઈને માછલા ધોવાઈ રહ્ય છે. મોટાભાગના ભારતીય યુઝર્સે મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ કે, કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને તેને લઈને ડીસી કોમીક્સે આ પ્રકારનો પ્રચાર કરવો જાેઈએ નહીં. આ એનિમેશન ફિલ્મ બનાવતા પહેલા રિસર્ચ કરવાની જરૂર હતી. કારણકે કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે તે આખી દુનિયા જાણે છે. હવે એનિમેશન ફિલ્મોનો ઉપયોગ ભારત વિરોધી પ્રચાર માટે શરૂ કરાયો છે. આ ક્લિપમાં કાશ્મીર સાથે જાેડાયેલા એક દ્રશ્યને બતાવાયુ છે. જેમાં સુપરમેન અને તેની સાથેની વન્ડર વુમન લડાકુ વિમાનો અને બીજા સૈન્ય ઉપકરણો તબાહ કરતા નજરે પડે છે અને એ પછી સુપરમેન કાશ્મીરને હથિયાર મુક્ત જાેન જાહેર કરવાનુ એલાન કરે છે. જાેકે આ ક્લિપને લઈને યુઝર્સે ટીકીઓ શરૂ કરી દીધી છે. કેટલાકે તો સુપરમેન અને ડીસી કોમિક્સને ભારત વિરોધી પણ ગણાવી દીધા છે. એક યુઝરે લખ્યુ છે કે, હવે કોમિક્સ પણ અપપ્રચાર કરવા માટેનુ પ્લેટફોર્મ બની રહ્યા છે. ડીસી કોમિક્સનુ કાશ્મીરને લઈને જ્ઞાન ઓછુ છે. આખરે સુપરમેન અફઘાનિસ્તાનને કેમ હથિયાર મુક્ત જાહેર નથી કરી શક્યો તે સવાલ છે.
