Delhi

કાશ્મીરમાં નાગરિકોને આતંકીઓ ટાર્ગેટ કરે છે ત્યારે બુદ્ધિજીવો કેમ ચૂપ છ

નવી દિલ્હી
કાશ્મીરમાં જ વારંવાર સશસ્ત્રદળો દ્વારા અત્યાચાર ગુજારવામાં ાવતો હોવાનું બહાનુ આગળ ધરી સતત પોતાનો રાજકીય રોટલો શેકી ખાનારા તમામ રાજકારણીઓએ નિર્દોષ નાગરિકોની થઇ રહેલી હત્યા મુદ્દે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી જે તેઓનો દંભ અને દંગી રાજરમતને ખુલ્લી પાડે છે.કાશ્મીરમાં મહેનત મજૂરી કરીને પોતાનુ પેટિયુ રળી ખાતા મજૂરોની છેલ્લા એક સપ્તાહથી થઇ રહેલી હત્યાઓ બાબતે દેશના કહેવાતા બુદ્ધિજીવીઓએ કેમ હોઠ સીવી લીધા છે એવો પ્રશ્ન આજે દેશના મ્માન્ય નાગરિકોને થઇ રહ્યો છે. આ એવા બુદ્ધિજીવીઓની આખી એક જમાત છે જેઓએ ભૂતકાળમાં ત્રાસવાદીઓના માનવ અધિકારોની પણ માંગ કરી હતી, પરંતુ આજે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની અને વિશેષ કરીને ગરીબ હિંદુ મજૂરોની થઇ રહેલી હત્યાઓ તેમને દેખાતી નથી અથવા તો તેઓ આ હત્યાઓને જાેવા નથી માંગતા. બોલિવૂડમાં જેમને સન્માનિય ગણવામાં આવે છે એવા મહેશ ભટ્ટ, શાહરુખ ખાન, આમીર ખાન, જાવેદ અખ્તર, શબાના આઝમી નશીરુદ્દીન શાહ ઉપરાંત કેટલાંક ડાબેરી નેતાઓએ ભૂતકાળમાં છાશવારે માનવ અધિકારોની દુહાઇ આપીને જે તે સમયની સરકારોને બદનામ કરવાની એક પણ તક જતી કરી નહોતી. કાશ્મીરમાં આજકાલ ત્રાસવાદીઓ ખુલ્લેઆમ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે, એટલે કે તેઓને પરપ્રાંતિય લોકો અને હિંદુઓ કાશ્મીરના ખીમ પ્રદેશમાં ખપતા નથી, ગઇકાલે તો કેટલાંક ત્રાસવાદીઓએ બિહારના મજૂરોના ઘરોમાં ઘૂસીને એકે-૪૭ રાઇફલ્સથી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *