Delhi

કીર્તિ આઝાદ મમતાની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા

ન્યુદિલ્હી,
૧૯૮૩ની વર્લ્‌ડકપ ટીમના એક ખેલાડી એવા આઝાદે ૨૦૧૫ની સાલમાં દિલ્હીમાં અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં ચાલી રહેલા વ્યયાપક ભ્રષ્ટાચાર બદલ ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી સામે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા જેના પગલે તેમને ભાજપમાંથી બરતરફ કરાવામાં આવ્યા હતા તેથી ૨૦૧૮ની સાલમાં તે કોંગ્રેસમાં જાેડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આઝાદ બિહારની દરભંગા લોકસભા સીટ ઉપરથી ત્રણવાર સંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં તેમણે ભાજપની ટિકિટ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી.કોંગ્રેસના નેતા કિર્તી આઝાદ મંગળવારે પાટનગર ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરીજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાઇ ગયા હતા. કિર્તી આઝાદની સાથે જનતાદળ(યુ)ના ભૂતપૂર્વ મહામંત્રી પવન વર્મા પણ તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાઇ ગયા હતા. હું મમતા બેનરજીના નેતૃત્વમાં કામ કરવાનું શરૂ કરી દઇશ અને હું ફિલ્ડમાં રહીને કામ કરીશ . ભાજપનું રાજકારણ ભાગલાવાદી છે અને અમે તેની સામે જાેરદાર લડત આપીશું. આજે મમતા બેનરજી જેવા એવા નેતાની તાતી જરૂર છે જે દેશને સાચો દિશા નિર્દેશ કરી શકે એમ આઝાદે નવા પક્ષ સાથે જાેડાયા બાદ પત્રકારોને કહ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ભૂતપૂર્વ સલાહકાર પવન વર્માને ૨૦૨૦ની સાલમાં જનતાદળ(યુ)માંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ૨૦૧૬ સુધી તે સંસદસભ્ય હતા અને તેમણે જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી. હાલના રાજકીય સંજાેગોને જાેતાં અને મમતા બેનરજીની ક્ષમતાને જાેતાં મેં તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાઇ જવાનો ર્નિણય કર્યો હતો એમ વર્માએ કહ્યું હતું. જાે કે આજે મોડી સાંજે કોંગ્રેસના અન્ય એક નેતા અશોક તંવર પમ તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાવાના હતા. તંવરે ૨૦૧૯માં કોંગ્રેસને રામ રામ કરી દઇ પોતાનો અલગ પક્ષ રચ્યો હતો. અત્યાર સુધી મમતા બેનરજી જ્યારે જ્યારે પાટનગરની મુલાકાતે આવતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચૂક મુલાકાત લેતાં હતા, પરંતુ આ વખતે તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે તેમના નેતા આ વખતે કદાચ સોનિયા ગાંધી સાથે મુલાકાત લેવાનું ટાળશે.

Kirti-Azad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *