નવી દિલ્હી
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સચિવ અમર નાથે ઓએનજીસી(ઓઉલ એન્ડ નેચરલ ગેસ કંપની)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુભાષ કુમારને પત્ર લખી જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની કંપની હેઠળ આવતા મુંબઇ હાઇ અને બસઇ એન્ડ સેટેલાઇટ(બી એન્ડ એસ) ઓફશોરમાં ઉત્પાદન ઓછું છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારોને આમંત્રણ આપવું જાેઇએ અને તેમને ૬૦ ટકા હિસ્સાનંર ઓપરેટિંગ કન્ટ્રોલ આપવું જાેઇએ. આગામી વર્ષે કુમારનું સ્થાન લેશે. ઓએનજીસીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટને કારણે ઉત્પાદનમાં વધારો થશે. નાથે વધુમાં જણાવ્યું છે કે ફીલ્ડમાં ડોમેસ્ટિક પ્રોડક્શનમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપવાની ક્ષમતા છે. આ વિસ્તારમાં પાઇપલાઇન અને પ્લેટફોર્મ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વિદેષી કંપનીઓને આમંત્રણ આપવું જાેઇએ.પેટ્રોલિયમ મંત્રાલયે ઓએનજીસીને દેશના સૌથી મોટા ઓઇલ અને ગેસ ઉત્પાદક ક્ષેત્ર મુંબઇ હાઇ અને બસઇમાં ૬૦ ટકા હિસ્સાનું ઓપરેટિંગ કન્ટ્રોલ વિદેશી કંપનીઓને આપવા જણાવ્યું છે. આ સંદર્ભમાં ભારત સરકારની કંપનીને ૨૮ ઓક્ટોબરે પત્ર લખવામાં આવ્યો હતો. એપ્રિલ પછી આ બીજાે પ્રસંગ છે જેમાં નાથે સત્તાવાર પત્ર લખ્યો છે અને કંપનીના નબળાી દેખાવની વાત જણાવવામાં આવી છે. તેઓ લાંબા સમયથી ઓએનજીસીના મેનેજમેન્ટમાં સરકાર દ્વારા નિમાયેલા ડાયરેક્ટર છે અને મેનેજમેન્ટનો હિસ્સો છે.


