Delhi

કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

નવી દિલ્હી
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે, તેઓ અન્ય લોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ શકે છે. એટલું જ નહીં, જાે તેઓ ઇચ્છે તો તેઓ કેન્દ્ર પર પહોંચીને સ્થળ પર રજીસ્ટ્રેશન દ્વારા રસી પણ મેળવી શકે છે.વેક્સીનેશન સેંટર સુધી પહોંચવામાં અસમરથ લોકો માટે કેન્દ્ર સરકારે ઘરમાં જ વેક્સીનની વ્યવસ્થા કરવાની મંજુરી આપી છે હેલ્થ મિનિસ્ટ્રીએ ગુરૂવારે કહ્યુ કે આવા લોકોને ઘરે જ હેલ્થ ટીમ તરફથી વેક્સીન લગાવાશે. આ માટે તેમણે ક્યાય પણ ટીકાકરણ માટે અરજી કરવાની જરૂર નથી. નીતિ આયોગના સભ્ય વીકે પોલે સાપ્તાહિક પ્રેસ કોંફ્રેંસ દરમિયાન સરકારને આ ર્નિણયની માહિતી આપી, આ ર્નિણય હેઠલ નિયર ટૂ હોમ કોવિડ વેક્સીનેશન સેંટર્સ સ્થાપિત કરાશે. તેનાથી દિવ્યાંગો અને વડીલોને કોરોના રસી લગાવવા માટે મુસાફરી કરવાની જરૂર નહી પડે અને નિકટમાં જ વેક્સીન લાગી જશે. હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણે જાહેર કરેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે ડોર ટુ ડોર રસીકરણનો પ્રસ્તાવ નિષ્ણાત સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી ન હતી. જાેકે, દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને તેમના ઘરની નજીક રસીકરણ કેન્દ્રો બનાવીને રસી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે? આ દરખાસ્ત હેઠળ, કોમ્યુનિટી સેન્ટર્સ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન સેન્ટર્સ, પંચાયત બિલ્ડિંગ્સ, સ્કૂલ બિલ્ડિંગ્સ વગેરેમાં કેન્દ્રો સ્થાપવામાં આવશે અને ત્યાં કોરોના વેક્સીન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *