Delhi

કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને ૫૦ હજાર ૩૦ દિવસમાં ચુકવણી કરવામાં આવશે

નવી દિલ્હી
જે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે, તે વળતરની આ રકમ તેના નજીકના સંબંધીને આપવામાં આવશે. આ માટે, પરિવારે મૃતકના કોરોના હોવાના પુરાવા સાથે જિલ્લાના આપત્તિ વિભાગને અરજી સબમિટ કરવાની રહેશે. વિભાગ આ અરજીનો ૩૦ દિવસમાં નિકાલ કરશે. વિભાગે તમામ લાભાર્થીઓના નામ અખબારમાં પ્રકાશિત કરવા પડશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદ નિવારણ સમિતિ મૃત દર્દીના મેડિકલ રેકોર્ડની તપાસ કરી શકે છે અને ૩૦ દિવસની અંદર વળતરની માગ કરી શકે છે. સમિતિને હોસ્પિટલોમાંથી રેકોર્ડ મંગાવવાનો અધિકાર પણ હશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (દ્ગડ્ઢસ્છ) એ ભલામણ કરી હતી કે કોવિડ -૧૯ થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે. કેન્દ્રએ આ મામલે ગયા મહિને સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી.જસ્ટિસ એમ.આર. શાહે આદેશમાં જણાવ્યું હતું કે, મૃતકોના સગાને કોઈ પણ સંજાેગોમાં ૫૦,૦૦૦ રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે અને આ ચુકવણી કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત હશે. તેમણે કહ્યું કે આ ચુકવણી રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોની સંપૂર્ણ વિગતો પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થવી જાેઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વળતરની રકમ અરજીના ૩૦ દિવસની અંદર ચૂકવવાની રહેશે. જાે મૃત્યુનું કારણ કોરોના હોય તો જ આ રકમ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દરેક પીડિત પરિવારને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપશે. ખાસ વાત એ છે કે આ આદેશ હેઠળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી જાહેર કરેલી યોજના સિવાય, આ નાણાં પીડિતોના પરિવારોને અલગથી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *