નવીદિલ્હી
એક વ્યક્તિએ બિટકોઈનમાં તેની જીવનભરની બચતનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ ટૂંક સમયમાં અબજાેપતિ પણ બની ગયો. પરંતુ યુવકનું કહેવું છે કે અમીર બનવું ખૂબ જ કંટાળાજનક છે. આ શખ્સનું કહેવું છે કે તેને એવું લાગે છે કે તેણે આ બધું કપટથી મેળવ્યું છે. તે આટલા બધા રૂપિયાના લાયક નથી. આ પૈસા તેને મહેનત કરીને મળ્યા નથી. તેણે કહ્યું કે તે ઘણા વર્ષોથી કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરતો રહ્યો. તેના દ્વારા તેણે ઘણી કમાણી કરી. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે તે દર મહિને ૨૫ લાખ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે પોતાનો મોટાભાગનો પગાર બચત માટે રાખતો હતો. વર્ષ ૨૦૧૪માં તેને બિટકોઈન વિશે ખબર પડી અને તેણે તેમાં પૈસા લગાવવાનું પણ વિચાર્યું. તેણે કહ્યું કે પહેલા તેને ક્રિપ્ટોમાં રોકાણ કરવું જાેખમી લાગતું હતું પરંતુ તેમાં લાભ મળવાની ઘણી તકો પણ હતી. તેથી તેણે ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું. રોકાણકારે કહ્યું કે મેં દોઢ વર્ષના સમયગાળામાં મારી લગભગ બધી બચત તેમાં રોકાણ કરી દીધી છે. હું સહમત છું કે તે બધુ મૂર્ખતા કે ગાંડપણભર્યું હતું. પરંતુ તેમ છતાં મેં તે કર્યું. ટૂંક સમયમાં જ મેં તેનો સારો એવો ઉપયોગ કર્યો. વર્ષ ૨૦૧૭માં મને તેમાંથી ૨૦ કરોડ રૂપિયા મળ્યા. ૨૦૧૭માં ક્રિપ્ટોમાંથી કરોડોની કમાણી કર્યા બાદ તેણે વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું. અને વર્ષ ૨૦૧૯માં ક્રિપ્ટોમાંથી ૨ અબજ ૬૨ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. પરંતુ તેનાથી તેનું જીવન ઘણું બદલાઈ ગયું. ૩૫ વર્ષની ઉંમરે તેણે વિચાર્યું કે જ્યારે મેં આટલા પૈસા કમાઈ લીધા છે તો મારે કામમાંથી બ્રેક લેવો જાેઈએ. પછી તે આ પૈસા લઈને ફરવા લાગ્યો. હવે યુવકનું કહેવું છે કે આટલા બધા પૈસા મળ્યા પછી નોકરી છોડી દીધી અને ઘણી મુસાફરી કરી. તેમ છતાંય જે ઉત્સાહ જીવનમાં કામ કરીને મળતો હતો તે હવે નથી મળતો. યુવકનું કહેવું છે કે તેનું જીવન બોરિંગ બની ગયું છે. યુવક કહે છે કે હવે તે કંઈપણ ખરીદી શકે છે, પરંતુ તેના જૂના દિવસો પાછા લાવી શકતો નથી. હવે જ્યારે તે અબજાેપતિ બની ગયો છે ત્યારે તેને ખૂબ જ કંટાળાજનક લાગી રહ્યું છે. તેને લાગે છે કે તેના જીવનમાં ઉત્સાહનો અભાવ છે.દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે અઢળક નાણાં કમાય અને એશો-આરામની જિંદગી વિતાવે. કયારેક આ સપનું સાકાર થઇ પણ જતું હોય છે છતાંય માણસને તેનાથી કોઇ હરખશોક હોતો નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
