Delhi

ખેડુતો ગરીબ હોય તેમ નહીં સમૃદ્ધ બને તેમ વિચારવું જાેઈએ ઃ ટિકૈત

નવી દિલ્હી
ખેડૂતોની આવક વિશે બોલતા ટિકૈતે વધુમાં તે સંવાદદાતાને જણાવ્યું હતું કે, અનાજ સંઘરતી વખતે અને સંગ્રહ કર્યા પછી પણ ઘણું અન્ન વેડફાઈ જાય છે. જ્યાં આવો બગાડ થતો હોય ત્યાં આવક બમણી કરવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. એક પત્રકારે ટિકૈતને ‘ડિઝાઈનર કિસાન નેતા’ કહ્યા હતા. તેની ઠેકડી ઉડાડતાં ટિકૈતે કહ્યું હતું કે, ‘તો પછી તમે એરકન્ડીશનનો ઉપયોગ કેમ કરો છો? પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચાન્ની પક્ષના નેતાઓની સલાહ લેવા માટે વીમાનમાં વારંવાર દિલ્હી શા માટે દોડી જાય છે? આ તો દલિત-વર્ગમાંથી આવેલા નેતા માટે ‘અધાર્મિક’ ગણી શકાય તેવાં કૃત્યો છે. ચાન્નીને સૌ કોઈ સફળ રાજકારણી કહે છે પરંતુ તેઓ કેમે ભૂલે છે કે ચાન્ની એક સફળ વ્યાપારી પણ છે.” ટિકૈતે સમાપન તે સાથે કર્યું હતું કે, ભારતમાં ગરીબીની રૂઢ થયેલી ભાવનાએ જ અનેક વ્યક્તિઓની એષણાઓને ખતમ કરી છે.તાજેતરમાં ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈત અને એક વરીષ્ઠ પત્રકાર વચ્ચે એક ટીવી ચેનલ ઉપર થયેલો સંવાદ ઘણો રસપ્રદ રહ્યો હતો. જેમાં ટિકૈતે સ્પષ્ટતઃ જણાવ્યું છે કેઃ ભારતના ખેડૂતને સતત એમ લાગી રહ્યું છે કે તે ગરીબ જ હોય તેવી ભાવના ચોપાસ ફેલાઈ રહી છે. આમ ‘ગરીબી-માનસ્’ તેની ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. આ માનસ્‌ તેમની એષણાઓને ખતમ કરે છે. આને બદલે ખેડૂત સમૃદ્ધ બને, સમૃદ્ધ જ છે તેવી વિચાર-ધારા વહેતી થવી જાેઈએ. ટિકૈતના આ વિધાનો તે દ્રષ્ટિએ મહત્વનાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તાજેતરમાં એવું વચન આપ્યું છે કે ખેડૂતોની વર્તમાન આવક છે તે કરતા તે બમણી કરવામાં આવશે. આ અંગે ટિકાકારો કહે છે કે, આ તો એક નેતા દ્વારા અપાતાં મોટા મોટા વચનો પૈકીનું એક વચન છે. પરંતુ તેઓ (વડાપ્રધાન) તે ભૂલે છે કે, ખેડૂતોની આવક બમણી કે ત્રણ ગણી કરવાથી પણ મોટો ફેર પડે તેમ નથી કારણ કે, ૨૦૧૮-‘૧૯ દરમિયાન ‘સિચ્યુએશન-એસેસમેન્ટ-સર્વે” દ્વારા અપાયેલાં તારણ પ્રમાણે તો ભારતના એક સામાન્ય ખેડૂત કુટુમ્બની સરેરાશ માસિક આવક રૂ. ૩૭૯૮ છે. તેનો અર્થ તે થયો કે, એક ખેડૂત કુટુમ્બને ખેતીમાંથી રોજના રૂ. ૧૨૫/- જ મળે છે. આ આવકને બીજી રીતે મૂલવીએ તો, માર્ગો ઉપર દેખાવો યોજી રહેલા ખેડૂતો માટે મુર્થલ ગામ પાસેનાં એક ઢાબા ઉપર પ્રાપ્ત મસાલા ઢોસા અને એક કપ કોફી માટે જ તે રકમ માંડ પૂરતી થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *