નવી દિલ્હી
રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી શાહે રાજ્યની સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી આ સમયે ઉપરાજ્યપાલ મનોજ સિંહા, સેના, ઝ્રઇઁહ્લ, પોલીસ અને અન્ય સલામતી સંસ્થાના અધિકારીઓ તથા વહીવટી તંત્રના પણ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. ઓક્ટોબર મહિનામાં જ ૧૧ નાગરિકોની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી જે પૈકી બિહારમાંથી આવેલા પાંચ કામદારો પણ સમાવિષ્ટ હતા જ્યારે લઘુમતી કોમ (હિન્દુ)ના બે શિક્ષકો સહિત ત્રણ વ્યક્તિઓની પણ આતંકીઓએ હત્યા કરી હતી તે પશ્ચાદભૂમિકામાં અમીત શાહની રાજ્યની મુલાકાતને ઘણું મહત્ત્વ અપાઈ રહ્યું છે.જમ્મુ અને કાશ્મીરમાં સંવિધાનનો અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયા પછી પહેલી જ વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે (તા. ૨૩મીના દિને) રાજ્યની મુલાકાતે ગયા હતા અને વિમાન ગૃહેથી સીધા જ જે પોલીસ અધિકારીઓની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી તેના નિવાસસ્થાને સીધા પહોંચ્યા હતા અને તેમના કુટુંબીજનોને મળ્યા હતા તથા આશ્વાસ્ત પણ કર્યા હતા તે સમયે ઉપ રાજ્યપાલ મનોજ સિંહા અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. અમીત શાહ જમ્મુ પણ જવાના છે અને ત્યાં જાહેરસભાને સંબોધન કરવાના છે. રાજ્યની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જ શ્રીનગરથી શારજાહની સીધી વિમાન સેવાનું પણ વિમોચન કરનાર છે. શ્રીનગર વિમાનગૃહે શ્રી શાહનું રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિંહા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. વિમાનગૃહેથી સીધા જ શ્રીનગરના છેવાડાના ભાગે આવેલા નલગાંવ સ્થિત ઇન્સ્પેક્ટર પરવેઝ અહમદના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તા. ૨૨મી જૂને પરવેઝ અહમદ મસ્જીદમાં નમાઝ પઢી પોતાના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે જ ત્રાસવાદીઓએ તેમને ગોળી મારી તેમની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૫, ૨૦૧૯ના દિને જમ્મુ અને કાશ્મીર સંબંધી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી છે અને રાજ્યને જમ્મુ અને કાશ્મીર તથા લડાખ તેમજ બે વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું.
