નવી દિલ્હી
ગૃહપ્રધાન અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સ્વદેશી, સ્વભાષા અને સ્વરાજના ગાંધીજીના વિચારો દેશના લોકોને સદા પે્રરિત કરતા રહેશે. ભાજપ સરકારના સંખ્યાબંધ કેન્દ્રીય પ્રધાનોએ ગાંધીજયંતીના દિવસે દેશના બધા લોકો મહાત્મા ગાંધીના દેશ માટેના પ્રદાનને યાદ કરે છે ત્યારે કેટલાક લોકોએ ટિ્વટર ઉપર નાથુરામ ગોડસે ઝિંદાબાદ ટિ્વટ કરીને તેને ટ્રેન્ડિંગ પોસ્ટ બનાવી ઔદીધી હતી.ભારતીય જનતા પાર્ટી ના નેતા વરુણ ગાંધીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ આપ્યા પછી ગાંધી જયંતીના દિવસે ગોડસે ઝિંદાબાદ ટિ્વટ કરીને ટ્રેન્ડ કરનાર લોકોને ઝાટકી નાખ્યા હતા. વરુણ ગાંધીએ પોતાની ટિ્વટમાં લખ્યું છે, ભારત સદાકાળ આધ્યાત્મિક સુપરપાવર રહ્યું છે, પરંતુ દેશની આધ્યાત્મિકતાને પોતાના જીવન થકી ઉજાગર કરીને આખા જગતમાં લોકપ્રિય બનાવનાર મહાત્મા ગાંધીએ આપણા દેશને વૈશ્વિક ફલક ઉપર મજબૂત ઓળખ અપાવી છે જે આજે પણ આપણા દેશની અપ્રતિમ આધ્યાત્મિક શક્તિ અને નૈતિક અધિકાર બની રહી છે. જે લોકો ગોડસે ઝિંદાબાદ ટિ્વટ કરી રહ્યા છે તેઓ બેજવાબદારીથી આખા દેશની આબરૃને બટ્ટો લગાવી રહ્યા છે. વરુણ ગાંધીએ કોઈ હેશટેગનો ઉપયોગ નથી કર્યો છતાં તેની પોસ્ટને એક જ કલાકમાં ૧,૦૦ રિટિ્વટ અને ૫,૦૦૦ લાઇક્સ મળી છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ ઉપર પુષ્પગુચ્છ ચઢાવ્યો હતો.