નવી દિલ્હી
ભારતને છંછેડી ‘શી’ ભયંકર ભૂલ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ કોઈ જબરજસ્ત સિધ્ધિ મેળવી (ભારતનાં સૈન્યને પરાસ્ત કરી) ચીનમાં પોતાની ઘટી રહેલી પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માગે છે. સાથે, આગળ જાેયું તેમ આફ્રો-એશિયાઈ દેશોમાં ચીનની દુર્ધર્ષતાની છાપ છાપી દેવા માગે છે. અને તે પછી પોતે આજીવન ચીનના સર્વેસર્વા બની રહેવા માગે છેચીન ભૂલે છે કે આ ૧૯૬૨નું ભારત નથી. મોદી નહેરૂ જેવા સોફ્ટ ટાર્ગેટ નથી. ચીનની નેમ તો ભારત અને મોદી બંનેને નીચું જાેવડાવ, પૂર્વ ગોળાર્ધમાં વિશેષતઃ આફ્રો એશિયાઈ દેશોમાં તે એક માત્ર સર્વોપરી સત્તા છે તેવું સિધ્ધ કરવાની છે. તેમાંયે, ભારતમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલન, પંજાબ અને પ.બંગાળ જેવાં રાજ્યોમાં જાગેલાં રાજકીય વમળો. શિવ-સેના અને ભાજપ વચ્ચે તૂટી ગયેલા સંબંધો બધાની રજેરજ માહિતી ચીનનામાંધાતાઓ હોય જ પરંતુ તે ભૂલે છે કે આ મતભેદો કટોકટી સમયે ભૂલી બધા એક બની જશે. તો બીજી તરફ ચીનમાં કે સોનાના મોરલા ઉડતા નથી. તેનો વિકાસ દર ઘટીને ૫%થી અંદર ગયો છે. તેમાં સ્થાવર મિલકતના સંબંધે આર્થિક કટોકટી ઊભી થઈ રહી છે. હોંગકોંગ મેકાઉમાં લોકશાહીવાદીઓ પ્રબળ બની રહ્યા છે. તેનું ‘આયર્ન સ્ટ્રકચર’ પણ હચમચી રહ્યું છે. તેથી પહેલાં તૈવાનને ‘ઝપટ’માં લેવાની શરૂઆત કરી. પરંતુ અમેરિકાનાં રક્ષણ નીચે રહેલાં આ ટાપુરાષ્ટ્ર ઉપર સીધું આક્રમણ કરતાં ચાર-વાર વીચારવું પડે તેમ છે. જાપાન, અને ફીલીપાઈન્સને પણ અમેરિકાનું છત્ર છે. કદાચ ચીન માનતું હોય કે બાયડન ર્નિબળ મનના હોવાથી કશું કરી નહીં શકે, તો તે થાપ ખાય છે. અમેરિકામાં હાઉસ ઓફ રેક્રિટઝેન્ટેટીવ્ઝ અને સૅનેટ સર્વોપરી છે. વિશ્વની પ્રથમ સત્તા અફઘાનિસ્તાનમાં થયેલી તેની વિડંબણા પછી સોફ્ટ ટાર્ગેટની છાપ ભૂલાવવા. તૈવાનની પડખે ઊભું જ રહે તે સહજ છે. નહીં તો અમેરિકાનો કોઈપણ સાથી દેશ વિશ્વાસ ન કરે.બૈજિંગ ખાતેના નવનિયુક્ત અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સે સેનેટની વિદેશ બાબતો અંગેની સમીતી સમક્ષ ગઇકાલે (તા. ૨૦મીના દિવસે) ગજબનો ઘટસ્ફોટ કર્યો છે. તેણે ચીનનાં કપડાં ઉતારી નાખ્યાં છે, તેમણે સ્પષ્ટતા કરી દીધું છે કે, ચીન ભારત સામે આક્રમક બની રહ્યું છે અને તેનો જવાબ માગવો જ જાેઇએ. તેમણે તેમ પણ કહ્યું હતું કે ચીન, ભારતની સમગ્ર હીમાલય બોર્ડર ઉપર તો આક્રમક રહ્યું જ છે પરંતુ દક્ષિણ ચીન સમુદ્રને સ્પર્શીને રહેલાં ફિલીપાઈન્સ, તૈવાન, વિયેતનામ, અને અન્ય દેશો માટે પણ ભયાવહ બની રહ્યું છે. ઉત્તરે પૂર્વાચીન સમુદ્રમાં તે જાપાન સામે તો દક્ષિણે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઓશેનિયા દ્વિપ સમુહ માટે પણ ભયરૂપ બન્યું છે. આ વિધાનો એક જવાબદાર રાજદ્વારીએ જવાબદાર સાંસદો સમક્ષ કર્યાં છે. તેથી તે વિષે શંકા રાખવાનું કારણ નથી. ભારતની વાત લઇએ તો વર્તમાન પરિસ્થિતિને સહજ રીતે લઇ શકાય તેમ નથી. બંને તરફ વ્યાપક તૈયારીઓ થઇ રહી છે, જે તમામ વર્તમાન પત્રોએ સવિસ્તાર જણાવી દીધું છે. તેથી તે ફરી જણાવવાનું આ તબક્કે નિવારી મૂળભૂત પ્રશ્ન ઉપર આવશે કે ચીન શા માટે આવી કાર્યવાહી અકારણ કરી રહ્યું છે ? પરંતુ, ચીન માટે આ કાર્યવાહી ‘અકારણ’ નથી. પહેલી વાત તે છે કે, પહેલાં ડૉકલામમાં અને પછીથી લડાખમાં પણ બરોબરનો માર ખાધા પછી ચીન-તેના નેતા શી ઝિયાંગ પીંગ હવે એવી ‘જબરજસ્ત’ કાર્યવાહી કરવા માગે છે કે તેથી દુનિયાના દેશો, મહ્દઅંશે, અમેરિકા અને તેના સાથી દેશો હેબતાઈ જાય. તેથી એ વધુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત વધી રહેલી પ્રતીભા. અને વિશ્વના અગ્રીમ દેશોમાં વધેલો તેમનો પ્રભાવ વીલન થઇ જાય. બસ ! આવી જ ગણતરી ૧૯૬૨માં ૨૦મી ઓક્ટોબરે, ચીને તેસમયે નેફા કહેવાતાં અરૂણાચલમાં આક્રમણ કરી નહેરૂની આભ ઊંચી ઊઠેલી પ્રતિભા તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી નહેરૂ ભારતમાં જ લોકપ્રિય ન રહે, ભારતની જનતા તેને ધીક્કારે વિશ્વમાં નહેરૂની પ્રતિભા ભાંગી પડે. તેમ ન થયું. ઉલ્ટાનું વર્તમાન પત્રોએ ઇટ્ઠઙ્મઙ્મઅ િર્ેહઙ્ઘ ંરી ઙ્મીટ્ઠઙ્ઘીિ કહી નહેરૂજીની પડખે ઉભા રહેલા જનતાને જણાવ્યું જન સામાન્ય પણ. ચીનની દગલબાજી જાણી ગયા હતા. પરંતુ નહેરૂજી પોતે ભાંગી પડયા. જેને પરમ મિત્ર માનતા હતા. તે જ પરમ શત્રુ નીકળતાં તેઓને જે આઘાત લાગ્યો તેથી તેઓનું ડાબું અંગ પક્ષઘાતનું ભોગ બન્યું.


