ન્યુદિલ્હી
આમીર ખાન અને કિરણ રાવે છુટાછેડા લીધા છે પણ તેઓ પ્રોફેશનલ મોરચે એક સાથે કામ કરી રહ્યા છે.આમીરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની પ્રોડક્યુસર કિરણ રાવ છે.આ ફિલ્મ બહુ જલ્દી રિલિઝ થવાની છે. તાજેતરમાં આમીરના ત્રીજા લગ્નની પણ અફવા ઉડી હતી અને તે પછી આમીર ખાને સ્પષ્ટતા કરવી પડી હતી કે, હું ત્રીજુ લગ્ન નથી કરવાનો, આ એક અફવા છે.બોલીવૂડ સુપર સ્ટાર આમિર ખાન અ્ને કિરણ રાવે થોડા દિવસ પહેલા છૂટાછેડા લેવાની જાહેરાત કરીને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા. જાેકે એ પછી હવે તેઓ ફરી એક વખત સાથે જાેવા મળ્યા છે.પોતાના પુત્ર આઝાદની બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે તેઓ એકઠા થયા હતા.તેમણે પોતાના પરિવારના સભ્યો સાથે અને મિત્રો સાથે સમય પણ પસાર કર્યો હતો.આમીરનો પુત્ર જુનેદ પણ આ પાર્ટીમાં સામેલ થયો હતો.


