Delhi

ડીજીસીએની મંજૂરી ઃ કેદારનાથ યાત્રાળુઓ માટે હેલી સેવા શરૂ

નવી દિલ્હી
જે કોઈ આ સમય દરમિયાન કેદારનાથ આવવાનું વિચારી રહ્યો છે, તેઓ રોકાઈ જજાે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં એક દિવસમાં ૮૦૦ ભક્તોના દર્શનની વ્યવસ્થા છે. જાે, આ સંખ્યા ઓછી રહે છે, તો ઇ-પાસ દ્વારા અહીં પહોંચેલા અન્ય મુસાફરોને દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં આ સંભાવના ઘણી ઓછી છે.દેશનું સૌથી પ્રખ્યાત મંદિર કેદારનાથ પહેલાથી જ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારથી અહીં હવાઈ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ખરેખર હેલી સેવા શરૂ કરવા માટે ડીજીસીએ તરફથી હજી સુધી પરવાનગી મળી ન હતી. પરંતુ હવે ડીજીસીએની પરવાનગી મળી ગઈ છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (ેંઝ્રછડ્ઢછ) એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ેંઝ્રછડ્ઢછના સીઈઓ સ્વાતિ ભદૌરિયાએ કહ્યું કે, હેલી સેવા ૧ ઓક્ટોબરથી કેદારનાથ માટે ગુપ્તકાશી, ફાટા અને સિરસી હેલિપેડથી શરૂ થશે. આ માટે ત્રણેય હેલિપેડ પર તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ, જાે તમે હેલી સેવા દ્વારા કેદારનાથ જઇ રહ્યા છો, તો પણ તમામ મુસાફરોએ કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવું પડશે. હેલીપેડનું નિરીક્ષણ કર્યા બાદ, ડ્ઢય્ઝ્રછ તરફથી હેલી સેવા ચલાવવા માટે પરવાનગી પણ આપવામાં આવી છે. વેબસાઈટ પર હેલી સેવા માટે ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિનાથ રમણે જણાવ્યું હતું કે, હેલી સેવા દ્વારા કેદારનાથની મુલાકાત લેનાર મુસાફરોનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ઈ-પાસ આપવામાં આવશે. તે જ સમયે, કલેકટરે સૂચના આપી છે કે, જાે કોઈ મુસાફર સમયસર પહોંચી શકતો નથી, તો તેના સ્થાને અન્ય નોંધાયેલા મુસાફરને પાસ આપવામાં આવશે. કલેકટર મનુજ ગોયલે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ રોડ દ્વારા ઇ-પાસ વગર કેદારનાથ જઇ શકે નહીં. દેવસ્થાનમ બોર્ડના પોર્ટલ પરથી ઈ-પાસ આપવામાં આવી રહ્યા છે. તેથી, મુસાફરોએ કોઈ દલાલ અથવા ગેરમાર્ગે દોરનારાની આડમાં ન આવવું જાેઈએ. કલેકટરે જણાવ્યું કે, ૧૫ ઓક્ટોબર સુધી દેવસ્થાનમ બોર્ડના ઈ-પાસ પોર્ટલ પર બુકિંગ પૂર્ણ થઈ ગયું છે.

Kedarnath.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *