પણજી
ગોવા વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતુ કે તેમનો પક્ષ રાજ્યની તમામ ચાલીશે ચાલીશ બેઠકો ઉપર ચૂંટણી લડનાર છે.’અમે ઇચ્છીએ છીએ કે, પ્રાદેશિક પક્ષો બળવાન જ થવા જાેઈએ. અમે માનીએ છીએ કે સમવાયતંત્ર વ્યવસ્થા મજબૂત થવી જ જાેઈએ. આપણે રાજ્યોને બળવાન કરવા જાેઈએ. જાે રાજ્યો બળવાન હશે તો જ કેન્દ્ર પણ બળવાન બનશે.’ આમ છતા કેન્દ્રનું એકાધિકારવાદી વલણ હોવું ન જાેઈએ. ‘દિલ્હી કા દાદાગીરી અમકા નકા’ (અમને દિલ્હીની દાદાગીરી સ્વીકાર્ય નથી.) તેમ કહેતા તેઓએ જણાવ્યું હતું કે બસ! હવે બહુ થયું . જયારે તેઓને તેમ પુછવામાં આવ્યું કે, કોંગ્રેસે કેવા ર્નિણયો લેવા જાેઈએ ? ત્યારે તેના જવાબમાં દીદીએ જણાવ્યું કે ઃ હું કોંગ્રેસ વિષે કશું કહી ન શકું. કારણ કે તે મારો પક્ષ નથી. મેં તો કોઈનાએ કોઈ પ્રકારના ટેકા સિવાય જ મારો પ્રાદેશિક પક્ષ સ્થાપી દીધો છે અને રાજ્યમાં ત્રણ વખત સરકારો પણ રચી છે. તેઓને ર્નિણય લેવાના છે, આ મારી કાર્યપદ્ધતિ પણ છે. હું અન્ય રાજકીય પક્ષોની કાર્યવાહીમાં માથું મારતી નથી પરંતુ અમે ભાજપ સમક્ષ તો માથું નહીં જ નમાવીએ.’તૃણમુલ કોંગ્રેસનાં સર્વે સર્વા મમતા બેનર્જીએ શનિવારે સ્પષ્ટ જણાવ્યુ હતું કે કોંગ્રેસ રાજકારણને ગંભીરતાથી લેતી નથી તેથી નરેન્દ્ર મોદી વધુ ને વધુ બળવાન થતા જશે. આ સાથે તેઓએ આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી વિષે પણ ટીકા કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ર્નિણયો નથી લઈ શકતી તેથી દેશને જ સહન કરવું પડે છે. ગોવાની ત્રિદિવસીય મુલાકાતના છેલ્લા દિવસે મિડીયાને કરેલા સંબોધનમાં દીદીએ કહ્યું હતું કે હું આ તબક્કે તો વધુ કહી શકું તેમ નથી. કારણ કે તેઓ (કોંગ્રેસ) રાજકારણને ગંભીરતાથી લેતા જ નથી. મોદીજી કોંગ્રેસને લીધે જ વધુ ને વધુ બળવત્તર થતા જાય છે. પરંતુ કોઇ ર્નિણયો ન લઇ શકે તો દેશે શા માટે સહન કરવું પડે ?’ તેમને (કોંગ્રેસને) (ભૂતકાળમાં) તક મળી જ હતી. પરંતુ ભાજપ સામે લડવાને બદલે તેઓ મારી સાથે જ લડવા લાગ્યા અને તે પણ મારાં જ રાજ્યમાં. તમો એમ ન માનતા કે તેઓ મારી સામે લડતા હા. તેઓ વાસ્તવમાં મારા પક્ષ સામે જ બંગાળમાં લડતા હતા.’ તેમ પણ દીદીએ કહ્યું હતું.
