Delhi

દિવાળી પહેલા ઇપીએફઓ પીએફ ધારકોના ખાતામાં વ્યાજ જમા કરશે

નવી દિલ્હી
ઇપીએફઓએ તાજેતરમાં જ કોવિડ-૧૯ના પગલે તેના સભ્યોને ભંડોળમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે રકમ ઉપાડવાની છૂટ આપી છે. માર્ચ ૨૦૨૦માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાસ જાેગવાઈ દ્વારા ઇપીએફના સભ્યોને તેમના છેલ્લા ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થાંની રકમ કે પ્રોવિડન્ટ ફંડની રકમના ૭૫ ટકા રકમ બેમાથી જે ઓછું હોય તેના ઉપાડની છૂટ આપી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન ઇપીએફઓએ તેના સભ્યોને બીજું નોન-રિફંડેબલ કોવિડ-૧૯ એડવાન્સ ઉપાડવાની છૂટ આપી હતી. કોરોનાના રોગચાળા દરમિયાન કુટુંબના સભ્યોની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ છૂટ આપવામાં આવી હતી. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ઇપીએફઓ તેના હિસ્સેદારોને મદદ કરવા તૈયાર છે. નાણાપ્રધાન ર્નિમલા સીતારામને બજેટ ૨૦૨૧માં જણાવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીના વર્ષે ૨.૫ લાખથી વધારે રકમના ફાળા પરનું વ્યાજ વેરાપાત્ર રહેશે. તેનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થઈ ગયો છે.એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ જમા કરે તેવી સંભાવના છે. અહેવાલોના જણાવ્યા મુજબ દિવાળી પૂર્વે છ કરોડ ખાતાધારકોના ઇપીએફ એકાઉન્ટમાં વ્યાજની આ રકમ જમા થઈ જશે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વ્યાજદર ૮.૫ ટકા પર સ્થિર રાખ્યો છે. કોરોનાના રોગચાળાના લીધે સભ્યો દ્વારા વધારે પ્રમાણમાં ઉપાડ અને ઓછા પ્રદાનના લીધે આ ર્નિણય લેવામાં આવ્યો હતો. દેશમાં કોરોનાનો રોગચાળો ફાટી નીકળવાના પગલે ઇપીએફઓએ માર્ચ ૨૦૧૯-૨૦માં વ્યાજદર ઘટાડીને ૮.૫ ટકા કર્યો હતો. આ દર સાત વર્ષના નીચા સ્તરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યાજદર ૮.૬૫ ટકા હતો. આ પહેલા ઇપીએફઓએ ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકા વ્યાજ પૂરુ પાડયું હતું. ૨૦૧૬-૧૭ માટે વ્યાજદર ૮.૬૫ ટકા હતો.

EPFO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *