નવી દિલ્હી
નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૧ માં જમ્મુ અને કાશ્મીરમાં જીએસટીની આવક ૩૭૭ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૩૬૮ કરોડ રૂપિયા હતી. આ રીતે, તેમાં ૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૬૮૦ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષેની સરખામણીમાં તેમાં ૪ ટકાનો વધારો જાેવા મળ્યો છે. તેમજ પંજાબમાં જીએસટીની આવક સપ્ટેમ્બરમાં ૧,૪૦૨ કરોડ હતી. અને ગયા વર્ષની સરખામણીમાં તેમાં પણ ૧૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. જાે દિલ્હીની વાત કરવામાં આવે તો સપ્ટેમબરમાં ય્જી્ કલેક્શન ૩,૬૦૫ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં ગયા વર્ષેની સરખામણીમાં ૧૮ ટકાનો વધારો નોંધાયો છે. તેમજ ઉત્તર પ્રદેશમાં ગયા મહિને જીએસટીની આવક ૫,૬૯૨ કરોડ રૂપિયા થઈ છે. જેમાં પણ ૧૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે.જાે ગુજરાતની(ય્ેદ્ઘટ્ઠટ્ઠિં) વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બર મહિનામાં ૬૦૯૦ કરોડ જેટલુ ય્જી્ કલેક્શન થયુ હતુ,જે સપ્ટેમ્બર ૨૦૨૧માં વધીને ૭૭૮૦ કરોડ પર પહોંચ્યુ છે.આથી ગુજરાતમાં પણ ય્જી્ કલેક્શનમાં ૨૮ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે.ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સ આવક વધી છે. ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં મહિનાના જીએસટી કલેક્શનની વાત કરવામાં આવે તો તેમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.ઓગસ્ટમાં કલેક્શન૧.૧૨ લાખ કરોડ હતુ જે સપ્ટેમ્બરમાં વધીને ૧.૧૭ લાખ કરોડ થયું છે. ભારત સરકારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦ ના જીએસટી કલેક્શનની સરખામણીમાં ૨૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે. આ મહિને ક્લેકશન વધીને ૧,૧૭,૦૧૦ લાખ કરોડ પર પહોંચ્યુ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ય્જી્ કલેક્શનમાં સતત વધારો એ સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારા સંકેત છે. ઓગસ્ટ ૨૦૨૧ માં જીએસટી કલેક્શન ૧,૧૨,૦૨૦ કરોડ હતું, જ્યારે ઓગસ્ટ ૨૦૨૦ માં તે ૮૬,૪૪૯ કરોડ જેટલુ હતુ.ઉપરાંત જુલાઈ ૨૦૨૧ માં આ ક્લેકશન ૧.૧૬ લાખ કરોડ, જ્યારે જુલાઈ -૨૦૨૦ માં ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું.જુન ૨૦૨૧ની વાત કરવામાં આવે તો આ મહિનામાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયા એટલે કે ૯૨,૮૪૯ કરોડ રૂપિયાથી પણ ઓછું હતું.


