નવીદિલ્હી
મુંબઈમાં ધોરણ ૧ થી ૭ના વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર શાળાઓ ખુલી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ૨૦ મહિનાના અંતરાલ પછી શાળાઓ ફરી ખુલશે. મ્સ્ઝ્ર કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંગળવારે એક આદેશ જાહેર કરીને શાળા ખોલવા અંગે માહિતી આપી હતી. મહારાષ્ટ્ર બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જને નવા વિષય તરીકે ઉમેરવાનો ર્નિણય કર્યો છે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આ સંબંધમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડને “માંઝી વસુંધરા અભ્યાસક્રમ”ની એક નકલ સોંપી છે. મહારાષ્ટ્રના પર્યાવરણ વિભાગે સોમવારે શાળા શિક્ષણ વિભાગ અને યુનિસેફ સાથે નવા અભ્યાસક્રમ રજૂ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જેમાં જૈવવિવિધતા સંરક્ષણ, ઘન કચરો વ્યવસ્થાપન અને વ્યક્તિગત અને સમુદાય આરોગ્ય, જળ સંસાધન વ્યવસ્થાપન ઉપરાંત ઊર્જા, વાયુ પ્રદૂષણ અને આબોહવાનો સમાવેશ થાય છે. આ નવો અભ્યાસક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સને “માઝી વસુંધરા પાઠ્યક્રમ” નામ આપવામાં આવ્યું છે. તે ધોરણ ૈં-ફૈંૈંૈં ના વિદ્યાર્થીઓમાં આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. પરંપરાગત અને સ્થાનિક જ્ઞાન વચ્ચે સંતુલન જાળવીને વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ વધારવામાં આવશે. માઝી વસુંધરા અભ્યાસક્રમ બાળકોને તેમના પર્યાવરણ સાથે વધુ સારી રીતે સંપર્ક કરવામાં મદદ કરવા વિશે છે. તે યુવાનોને પર્યાવરણનું સન્માન, રક્ષણ અને બચાવવા માટે તૈયાર કરવામાં મદદ કરશે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, “ધોરણ ૧-૮ માટેના અભ્યાસક્રમમાં જૈવવિવિધતા સંરક્ષણ, ઘન કચરાનું સંચાલન, જળ સંસાધન વ્યવસ્થાપન, ઊર્જા, હવા, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનને આવરી લેવામાં આવશે.” વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના શિક્ષણમાં આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા અને પૃથ્વી પ્રત્યે જવાબદારી પેદા કરવા યુનિસેફની મદદથી માજી વસુંધરા અભ્યાસક્રમ વિકસાવવામાં આવ્યો છે.