નવી દિલ્હી ,
ગયા જિલ્લામાં આવેલા એક ગામમાં શનિવારની રાતે નક્સલીઓએ હુમલો કર્યો હતો.ગામના રહેવાસી સરજૂ સિંહ ભોક્તાના ઘરને નક્સલીઓએ ઘેરી લીધુ હતુ અને એ પચી ઘરમાં હાજર ભોકતાના બે પુત્રો સત્યેન્દ્ર સિંહ, મહેન્દર સિંહ , પત્ની અને બીજી એક મહિલાને ઘરની બહાર ફાંસી આપી દીધી હતી. ચારેની હત્યા કર્યા બાદ નક્સલીઓએ બોમ્બથી ઘરને પણ ઉડાવી દીધુ હતુ.એ પછી ગામમાં નકસલીઓ પેમ્ફ્લેટ પણ નાંખીને ગયા છે અને તેમાં કહેવાયુ છે કે, ભોકતા પરિવારના સભ્યોએ કેટલાક દિવસ પહેલા ચાર નકસલવાદીઓને ઝેર આપીને મારી નાંખ્યા હતા.તેનો આ બદલો ર્છ આ ઘટના બાદ સરકારમાં પણ હડકંપ છે.ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નકસલીઓના પેમ્ફ્લેટને પણ કબ્જામાં લીધા છે.બીજી તરફ આ હત્યાકાંડને અંજામ આપીને નક્સલીઓ જંગલમાં ગાયબ થઈ ગયા છે.એક તરફ મહારાષ્ટ્રમાં નક્સલીઓનુ એન્કાઉન્ટર કરાયુ છે ત્યારે બીજી તરફ બિહારમાં ગયા જિલ્લામાં નક્સલીઓએ આચરેલી ક્રુરતાથી લોકોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે.
