નવી દિલ્હી
અંતરિક્ષના સ્પેસ સ્ટેશન પર શાકભાજી ઉગાડવા માટેનો આ પહેલો પ્રયોગ છે અને અંતરિક્ષમાં જેટલા પણ અખતરા થયા છે તેમાં આ પ્રયોગ સૌથી પડકારજનક હતો. આ કેપ્સીકમ ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જાેવા મળતા સાંડિયા નામના મરચા અને બીજી એક પ્રજાતિને ભેગી કરીને ઉગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેપ્સીકમને બીજા શાકભાજીની સરખામણીએ અંતરિક્ષમાં ઉગાડવુ મુશ્કેલ મનાય છે. કારણકે તે ઉગવામાં વધારે સમય લેતુ હોય છે. દરમિયાન અંતરિક્ષમાં સ્પેશ સ્ટેશનમાં અવકાશાયાત્રી મેગન મેકઆર્થરે મરચુ તોડવાથી માંડીને તેનુ ડિનર બનાવતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભવિષ્યમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે માનવ જાત પ્રયાસ કર રહી છે અને આ દિશામાં નાસાએ એક મહત્વનુ ડગલુ ભર્યુ છે. અમેરિકન અવકાશી સંસ્થા નાસાએ પહેલી વખત અતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડવામાં સફળતા મેળવી છે. નાસાનુ કહેવુ છે કે, અવકાશ યાત્રીઓએ તેમાંથી એક સારી વાનગી બનાવીને તેનો આનંદ પણ લીધો છે.


