નવીદિલ્હી
હરાજી કરાયેલી મિલકતોમાં કાલા ઘોડામાં સ્થિત એક આઇકોનિક રિધમ હાઉસ, નેપિયન સી રોડ પરનો ફ્લેટ અને કુર્લામાં સ્થિત ઓફિસ બિલ્ડિંગ ઉપરાંત ઘરેણાંનો સમાવેશ થાય છે. રિધમ હાઉસ અને હેરિટેજ ઈમારત નીરવ મોદીના ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ દ્વારા ૨૦૧૭માં ૩૨ કરોડમાં ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકના લેણાં આ પ્રોપર્ટીની હરાજીમાંથી વસૂલ કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મિલકતોની હરાજી માટે લિક્વિડેટરની પણ નિમણૂક કરી છે. આમાંથી કેટલીક પ્રોપર્ટીની ઈડ્ઢ દ્વારા હરાજી થઈ ચૂકી છે. જ્યારે બાકીની મિલકતો હરાજી માટે બેંકને આપવામાં આવી રહી છે. તેમાં અહમદનગર જિલ્લામાં સ્થિત સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. એજન્સીએ પીએનબીને લગભગ રૂ. ૬ કરોડ પણ આપ્યા છે, જે તેને અગાઉ મોદીની માલિકીની કાર, પેઇન્ટિંગ્સ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજીમાંથી પ્રાપ્ત થયા હતા. ૨૦ ડિસેમ્બરે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને ૧૩,૧૦૯.૧૭ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ર્નિમલા સીતારમણે લોકસભામાં ‘ગ્રાન્ટ્સ માટેની પૂરક માંગણીઓ’ પર ચર્ચા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને ૧૩,૧૦૯.૧૭ કરોડની વસૂલાત કરી છે. સરકારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા ઇડી પાસેથી આ માહિતી મળી છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે, જપ્તીની તાજેતરની યાદીમાં ભાગેડુ કિંગફિશર બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ છે, જે ૧૬ જુલાઈના રોજ વેચવામાં આવી હતી અને તેમાંથી ૭૯૨ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડ્ઢએ મોદીની ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી કરવાની છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત લગભગ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. પીએનબીના નાણાંની ઉચાપત કરીને નીરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮માં લંડન ભાગી ગયો હતો. તેના પર લેટર ઓફ અંડરટેકિંગ્સ માટે બેંકના અધિકારીઓને લાંચ આપવાનો અને બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોદીની લંડનમાં ૧૯ માર્ચ ૨૦૧૯ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.