Delhi

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી

નવીદિલ્હી
પનામા પેપર્સ લીકમાં સંબંધિત ૯૩૦ સંસ્થાના નામ સામે આવ્યા છે, જેમાંથી ભારતના લગભગ ૫૦૦ લોકો પનામા પેપર્સ કેસમાં સામેલ છે. આ લોકો પર ટેક્સ ચોરીનો આરોપ છે. સરકારના જણાવ્યા અનુસાર પનામા પેપર્સ લીક ??કેસમાં ૨૦,૩૫૩ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. ત્યારે આ કેસમાં હાલ બચ્ચન પરિવારની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે.પનામા પેપર્સ કેસની તપાસમાં અત્યાર સુધીમાં ઘણા બોલિવુડ સેલેબ્સની પુછપરછ કરવામાં આવી ચૂકી છે. આ કેસ અંગે બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ઈડ્ઢ સમક્ષ પૂછપરછ માટે હાજર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.પનામા પેપર્સ કેસને લઈને બચ્ચન પરિવારની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે. અભિષેક બચ્ચનની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આજે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. ઐશ્વર્યા રાયને દિલ્હીના લોકનાયક ભવનમાં હાજર રહેવા જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ સુત્રોનુ માનીએ તો કેટલાક કારણોસર ઐશ્વર્યા રાય બચ્ચન આજે ઈડ્ઢ સમક્ષ હાજર નહિ થાય. જાે કે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટૂંક સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચનને નવું સમન્સ પાઠવવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઐશ્વર્યા રાયને પૂછવામાં આવનાર પ્રશ્નોની યાદી અગાઉથી જ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા રાય આજે સુનાવણીમાં હાજર નહીં રહે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

Aishwarya-Rai-Bachchan-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *